પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૨૪૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

ર૩૮ મંદિરના ટ્રસ્ટીની ફરજ અમુક એક વર્ગના ખાસ હંકાની રક્ષા કરવાની નથી પણ ખુદ હિંદુ ધર્મની શુદ્ધિની રક્ષા કરવાની છે, અને હિંદુઓની પ્રતિદિન વિકાસ પામતી આધ્યાત્મિક આકાંક્ષાઓને સ તાપવાની છે. એવા ટ્રસ્ટીને કેાઈ એક કે અનેક માણસ પોતાની સામે કે ઈ કહે તેથી અસ્વસ્થ થયે ન પાલવે. અને કાયદાના સવાલને વિષે ઝામારિનની વાત હું જાણું છું, પણ કાયદાની મુશ્કેલીઓ જ્યારે મેટા નૈતિક સુધારાની આડે આવતી હોય ત્યારે તેની સામે લડવું જોઈ એ ને તેને દૂર કરવી જોઈએ. તેથી કામારિન કે બીજે કોઈ માણસ મંદિર ખેલવાની સામે કાયદાની મુશ્કેલીઓ રજૂ કરે તો એ સંતોષકારક જવાબ ન ગણાય. જે પ્રજામત નીતિધર્મની દષ્ટિએ વાજબી હોય તો કામારિન જેવા ટ્રસ્ટીએ પ્રજાની એ નૈતિક માગણીને સંતોષતાં જે કાયદાનાં વિનો આડે આવતાં હોય તે દૂર કરવાં જોઈ એ. સવ – હરિજનાના મંદિરપ્રવેશ માટે કાયદામાં સુધારો કરવાના પ્રયત્નો થાય છતાં પડેલી જાન્યુઆરી પહેલાં ધારાસભાને બિલ પસાર કરવાનો વખત ન મળે તો આપ ઉપવાસ માફ રાખો ખરા ? a બાપુ -- ધારો કે પડેલી જાન્યુઆરી પહેલાં કાયદામાં સુધારો કરવા સર્વથા અશકય થઈ જાય તો ઉપવાસ મોકૂફ રાખવાનું એ પૂરતું કારણ ગણાય. એમાં એટલું તો માની જ લીધેલું છે કે જેટલાં પગલાં લઈ શકાય એટલાં લેવાયાં હોય, અને માણસથી કહી શકાય ત્યાં સુધી કાયદો પસાર થવાનો પૂરેપૂરો સંભવ હોય. એમાં વળી એ પણ માની લીધેલું છે કે પ્રજ, મંદિરના ટ્રસ્ટ્રીઓ અને બધા એકમત થયી હોય. સવ - આપ રૂઢિચુસ્ત સનાતનીઓને મળવા બોલાવી અને આ સવાલને સલાહસંપથી નિકાલ આણવાનો પ્રયત્ન કરો, એ સૂચના પર આપ વિચાર કરો ખરા ? બાપુ - કાઈ પણ મહાજનના મંડળને મારી પાસે બોલાવવામાં હું અવિનય ગણું. એમના પ્રત્યેના આદરને લીધે હું કહું છું કે હું એમને ન બોલાવું. હું આ લોકોને મળવા બોલાવતા નથી એનું કારણ એ નથી કે હું એમને મળવા માગતો નથી, પણ મને લાગે છે કે એ મની પાસે મને કહેવા જેવું કશું ન હોય. એમના દરજજા વિષેના આદરને લીધે હું તેમને બાલાવતા નથી. પણ હું માત્ર આમંત્રણ મોકલું તો તે ખુશીથી આવે એમ મને જણાય, તો એવું આમંત્રણ મોકલતાં મને કશો સંકોચ ન થાય. - સ - કેટલાક લોકો મંદિરપ્રવેશની હિલચાલ પ્રત્યે સહાનુભૂતિ ધરાવે છે, અને છતાં જૂના વિચારના સનાતનીઓની લાગણીને પણ માન આપવા માગે છે. એ લાગણી એવી છે કે હરિજનને વજસ્તભ સુધી