પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૨૪૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

૨૪૨ ગીતામાં અસ્પૃશ્યતા માટે આધાર નથી આશ્રમની ટપાલને લીધે અસ્પૃશ્યતાની ટપાલ બહુ ન હતી. | ગીતાના ૧ઃ રણવિધિમુક્ય ટાંકનારાઓને આ ૬૪– ?-'રૂર પ્રમાણે જવાબ આપ્યો: "Your argument seems to be this: Bhaga. vat Gita refers the devotee to Shastra Vidhi and since Shastras support untouchability Bhagavat Gita must be said to support it. The question then is, what are Shastras? And I have answered that question by the answer that whatever is contrary to the main theme of the Gita must be rejected as being no Shastras. And since the main theme is oneness and therefore equality of all life there is no warrant for untouchability in the Gita." તમારી દલીલ આવી લાગે છે : ભગવદ્ ગીતા ભક્તને શાસ્ત્રવિધિ પ્રમાણે રહેવાનું કહે છે. અને શાસ્ત્ર અસ્પૃશ્યતાનું સમર્થન કરે છે. માટે ભગવદ્ ગીતા પણ અસ્પૃશ્યતાનું સમર્થન કરે છે એમ કહેવાય જ, a “ ત્યારે સવાલ એ થાય છે કે શાસ્ત્રો કોને કહેવાં? હું એનો જવાબ એ આપું છું કે ગીતાના મુખ્ય ધ્વનિની જે કાંઈ વિરુદ્ધ હોય તે શાસ્ત્ર નથી એમ ગણી તેનો ઈન્કાર કરો. અને ગીતાનો મુખ્ય ધ્વનિ આત્માની એકતા અને તેથી દરેક જીવની સમાનતા, એ હોવાથી ગીતામાં અસ્પૃશ્યતાને માટે કશા આધાર નથી.” • વંહિતા: સમનિ :” નો આશ્રય લેનારાઓને કહે : “ પંડિતાને માટે જ એ છે એમ કહીને સટકી શેના જાઓ છો? પંડિતો કરે તે પ્રાકૃતાને કરવાની કોઈ ચાડી ના પાડે છે ? પ્રાકૃ તો એ કરે તો બહુ જ સારું. એટલે દરજજે તેઓ પંડિતના જેવા થયા.” એક જણે પૂછયું હતું કે “ બીજાની સામેની - જેવા કે ખ્રિસ્તી વગેરે સામેની અસ્પૃશ્યતા જવી જોઈ એ ના ? ” તેને લખ્યું : "I quite agree with you that no one should be treated as untouchable and I am sure that when we have ceased to treat forty millions of Hindus as such, we shall cease to treat Christians and Musalmans as such." હું તમારી સાથે પૂરેપૂરો મળતા થાઉં છું કે કોઈને પણ અસ્પૃશ્ય ગણવા જોઈએ નહીં. મારી ખાતરી છે કે ચાર કરોડ હિંદુઓને અસ્પૃશ્ય ગણતા આપણે બંધ થઈશું ત્યારે ખ્રિસ્તીઓ અને મુસલમાનોને પણ એવા ગણુતા અટકીશું. ”