પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૨૪૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

રોજના જીવનમાં સેવાની ભાવના રફ એક બાળક ( સાધનહીન )ને સેવા કરવાની રીત સમજવી હતી. તેને લખ્યું : "I am glad you realize that poverty is the common lot of millions. The real way to pray to Lord Krishna is to do in His name some little service to those who are less fortunate than ourselves; and when we show the spirit of service in daily life, unbelieving neighbours will begin to believe in God. You can do untouchability work by yourself going among untouchables and rendering such service as is possible to them as if they were members of our own family. If you do not know Hindi, you should quickly learn it." He K કરોડો માણસના નસીબમાં તે ગરીબી જ છે એ તમે સમજો છા તેથી હું રાજી થાઉં છું. શ્રીકૃષ્ણની પ્રાર્થના કરવાનો સાચો રસ્તો એ છે કે જેઓ આપણા કરતાં ઓછા ભાગ્યશાળી છે એવાઓની જે કાંઈ થઈ શકે તે સેવા એને નામે કરવી. આપણા રાજના જીવનમાં સેવાની આ ભાવના આપણે પ્રગટ કરીશું ત્યારે આપણા અશ્રદ્ધાળુ પાડેાસીઓ પણ ઈશ્વર ઉપર આસ્થા રાખવા માંડશે. અસ્પૃશ્યમાં જઈને તેઓ આપણા કુટુંબીજન હોય તે રીતે જે કાંઈ શકય હોય તેવી એમની સેવા કરવાથી તમે અસ્પૃશ્યતાનિવારણનું કામ કરી શકશો. તમને હિંદી ન આવડતું. હોય તો તમારે તે ઝટ શીખી લેવું જોઈએ.” આશ્રમના કાગળ, હરિજનસેવાને લીધે, ઓછામાં પતાવવા પડડ્યા. એક કાગળ નોંધવા જેવા છે. એમાં ટ્રસ્ટીની લાયકાત અને જવાબદારી સમજાવ્યાં. સ્ટમાં રહેવાથી તે સ્વતંત્ર થાય છે એમ માનતી હોય તો ભૂલ છે. ટ્રસ્ટને અર્થે જવાબદારી છે અને માણસ પોતાની મિલકતનો સ્ટી બને એ મને તો ગમે. જે પોતાની મિલકતના ટ્રસ્ટી અને એ માલિક મધ્યા. એણે તે રક્ષક તરીકે મિલકતમાંથી જે કમિશન મળે તેમાંથી જ ચલાવવાનું રહ્યું. આ ટ્રસ્ટનો અર્થ છે. જે ટ્રસ્ટી રક્ષક બનીને ભક્ષક થાય છે તેની વાત અહીં નથી, અહી' તે ટ્રસ્ટમાં શા ધર્મ રહ્યો છે તે બતાવું છું. તું લખે છે કે તું પગભર થવાને શક્તિ માગી રહી છે. એનો અર્થ તું સમજી ? પગભર થવું એટલે ન બાપની કમાઈ ખાવી, ન સસરાની ખાવી, ન ધણીની ખાવી; પોતાના બળથી જે ટુકડે મળી શકે એ ખાઈને રહેવું. આ રીતે રહેવાની તારી શક્તિ તેં કોઈ દિવસ બતાવી નથી. તારામાં એવી ઈચ્છા હોય એ મે કોઈ દિવસ ભાળ્યું નથી.”