પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૨૪૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

संतप्तानां त्वमसि शरणम् એટલે ખામોશ રાખી બેઠો છું. આવા દુષ્ટોને કેમ જવા દેવાય ? ” એને લખ્યું : "My whole heart goes out to you and your wife. I am quite clear in my mind as to the course you have to follow. You should forget the man and the deed. God alone punishes and rewards. It was open to you, as I suppose it is even now, to prosecute the offender. But that is clearly not what you intend to do. After all he was not in his senses. Who knows that some day he may not learn the lesson and become a better man? If an opportunity offers for you to do a good turn to him you will not omit to do it. You should console your wife and induce her to forget the incident. Your daughter should not even be allowed to remember the incident. I suppose she has no knowledge of what was attempted to be done to her. But even if she has, she should be brought up so as to forget it altogether." - “ તમારાં પત્નીને અને તમારે માટે મારું હૃદય દ્રવે છે. તમારે કર્યો ભાગ લેવા જોઈએ એ મને તો દીવા જેવું ચોખ્ખું દેખાય છે. તમારે એ માણસને અને તેના કૃત્યને ભૂલી જવું જોઈએ. ઈશ્વર એક જ સજા કરે અને બદલો આપે. ગુનેગારની સામે કાયદેસર પગલાં લેવાનો તમને અધિકાર હતા. હજી પણ છે. પણ તેમ કરવાની તમારા ઇરાદો નથી એમ સ્પષ્ટ લાગે છે. હકીકતમાં તો એ માણસ ભાનમાં નહોતો. કોણ જાણે છે કે કોઈ દિવસ એને સાન નહીં આવે અને એ સારા માણસ નહી બને ? તેનું કાંઈ ભલું કરવાની તમને તક મળે તો તમારે એ તક જવા દેવી નહીં. તમારાં પત્નીને તમે આશ્વાસન આપશે અને આ બનાવ ભૂલી જવાનું તેને સમજાવશે. તમારી દીકરીને તો આ પ્રસંગનું સ્મરણ જ ન થવા દેવું જોઈએ. હું ધારું છું કે તેના ઉપર શું કરવાના પ્રયત્ન થયો હતો તેનું તેને જ્ઞાન પણ નહીં હોય. પણ તેને હોય તોપણ આ પ્રસંગનું તેને સંપૂર્ણ વિસ્મરણ થાય એવી રીતે તમારે એને ઉછેરવી જોઈ એ. વસંતરામ શાસ્ત્રી જાગ્યા : ૮૮ '૨૧ના મહાત્મા ગાંધીજી અને આજના એક જ કે ? લાખો માણસને તમારા અનુયાયીઓ માને છે, પણ તે તો પાખંડી છે અને તમને છેતરે છે, તમે પ્રજાના ઉપર અત્યાચાર કરી રહ્યા છે.”