પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૨૪૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

પાખડી ગણતર હોય ૨૭ તેને જવાબ આપ્યો : ‘‘ મારી પોતાની દષ્ટિ પ્રમાણે તો હું '૨૧ની સાલમાં હતો તે જ છું. પણ એવી આશા રાખું છું કે એ જ દિશામાં કાંઈક પ્રગતિ મે કરી હશે. આ જગતમાં કશું થિર તો નથી જ, કાં આગળ વધે અથવા તો પાછળ પડે. જે લોકોને વિષે તમે પાખંડ ક૯પે છે, એ લેકેને વિષે મેં નથી લખ્યું. પાખંડી ગણી શકાય એવા ગણતર હોય છે. મેં તો અગમ્ય લાખાને વિષે લખ્યું છે. તેમાં અજ્ઞાન હોય, મૂર્ખતા હોય, પણ પાખંડ ન હોય. જરા ઊંડા ઊતરીને વિચારશે તો આ વાતની પ્રતીતિ યા વિના તમને નહીં રહે. અત્યાચાર વિષે જરા વધારે ફાડ પાડે એમ ઈચ્છું છું.” “ સંતાન વસિ ફા'નું આજે વિચિત્ર ઉદાહરણ. . . . એ અતિશય ઉકળાટ, ક્રોધ, અને તિરસ્કારથી ભરેલે ૨૬-૨ ? –' રૂ ૨ કાગળ મોકલ્યા. તેને બાપુએ શાંતિથી જવાબ આપ્યો : “ તમારા કાગળ મળ્યો. તમારું દુ:ખ જોઈને મને દુ:ખ થયું છે. તમારા ક્રોધ સમજી શકું છું. તમે સહન કરવામાં મણી નથી! રાખી. આમ છતાં તમને અને બીજાઓને મેં સલાહ આપી તેને મને પશ્ચાત્તાપ નથી. જ્ઞાનપૂર્વક દુ:ખ સહન કરવાથી જગતમાં આજ લગી કાઈનું ભૂંડુ નથી થયું. દુ:ખ પડે ને તે સહન કરવું એ ભૂંડું નથી. પણ અત્યારે હું તમને કાંઈ નહીં સમજાવી શકુ. ઈશ્વર તમને શાંતિ આપો, તમારું કલ્યાણ કરે. ક્રોધમાં તમે લખ્યાં કરશો તો મને સારું લાગશે. વલસાડમાં શું કરો છો ? ” - આજે ગાલીબહેન, નરગીસબહેન, શીરીનબહેન અને જમનાબહેન આવ્યાં. મુંબઈના અસ્પૃશ્યતાના કામની કેટલીક સારી વિગતો એમણે આપી, અને ઉપવાસ ટાણાને એક પ્રસંગ ટાંકડ્યો. એક બાઈ માધવબાગમાં સારાં કપડાં પહેરી દર્શન કરવા આવી, મંદિરના આંગણાની મધ્યમાં ઊભીને એ પિકારવા લાગી: “ હું ઢેડી છું, ઢેડી. તમે મને બધા અડકવા છો એ જાણો ! ” આજે સાંજે સાતમી પત્રિકા લખાવતાં બાપુએ “ તÆાછાä પ્રમા તે સાર્થવ્યવસ્થિત'ના અર્થ કરવાના પ્રયત્ન કર્યો અને શાસ્ત્રની વ્યાખ્યા આપી. સાળમાં અને સત્તરમા અધ્યાયમાં ‘ શાસ્ત્ર ને હું જે અર્થ કરું છું એ મેં જણાવ્યા. બાપુ કહે : « એટલે તમે શાસ્ત્રને અનાસક્તિ શાસ્ત્ર અથવા કમચાગ શાસ્ત્ર કહે છે ?'