પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૨૫૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

૨૫૦ મદિરાદિના દુરુપયોગ કરતાં સદુપયોગ વધારે વાત્યું છે. લોકો તમારા કૃત્યને અનર્થ કરશે. તમે વહેમ વધારવા બેઠા છે. રેંટિયા ગયે લાગે છે. જાપાનનું સસ્તું કપડું ગામેગામ પહોંચ્યું છે અને બ્રિટિશ કાપડની જેમ ખાદી અસ્પૃશ્ય થતી લાગે છે. તેને લખ્યું : “ મસ્જિદ, મંદિર, ગિરજાનો દુરુપયોગ જ્યારે સેંકડો પાખંડીઓએ અવશ્ય કર્યો છે ત્યારે કરાડાએ સદુપયોગ પણ કર્યો છે અને આ કથનના તાળા તમારે મેળવવા હોય તો તમારી સુંદર કલ્પનાશક્તિનો ઉપયોગ કરો અને કલ્પનામાં આ ચિત્ર દૉરા : એકાએક ગિરા, એકાએક મંદિર, એકાએક મસ્જિદ કેાઈ સુધારકે એક દહાડાની અંદર જમીનદોસ્ત કય', અને પછી વિચારો કે પેલા ભોળા સાદા કરડે કે જેને આ જગતમાં રાજ આ મંદિરમજિદમાંથી સધિયારો મળતો હતો તે એકદમ બંધ થયા જાણી તેના શા હાલ થાય? હું તો આ વસ્તુના રોજ અનુભવ કરું છું. નાપાકમાં નાપાક મંદિરોમાં પણ પાક દિલથી જનાર ભાવિકોને જરૂર ખુદાનાં દર્શન થાય છે, એવી એની કુદરત ન્યારી છે અથવા કહો કે એવી એની માયા છે. પણ કોઈ મહાભક્ત બોલી ઊઠ્યા: a ‘ માયા સૌને મોહ પમાડે, હરિજનથી રહી હારી રે’ અને જો તમારી ક૯પનાએ આટલું જોઈ લીધું હોય કે મંદિર જ્યાં સુધી નભે છે ત્યાં સુધી તે હરિજનને સારુ પણ ખુલાં હોવાં જોઈએ તે પછી તમારી બુદ્ધિશક્તિ વડે જ ઉપવાસની ઉપયોગિતા તમે જોઈ જશે. કેમ કે એ ઉપવાસ સનાતનીઓની સામે નથી પણ એ તો લાખો કહો કે કરાડે જેની સાથે મારી ગાંઠ બંધાઈ ગઈ છે તેઓની સામે છે. એ ઉપવાસથી તેઓ ખળભળી ઊઠે તો મંદિરના દરવાજા હરિજનોને સારુ ખૂલ્યા વિના રહે જ નહીં.

  • રેટિયા વિષે મને અખૂટ ધીરજ છે. તમારા ગામડાંઓના પરિચય કચ્છ પૂરતા જ છે. પણ કચ્છનાં ગામડાંઓ અને બીજા લાખો ગામડાંઓની વરચે ધણું એાછું સામ્ય છે, અને કચ્છમાંયે પોતાનાં જ ખેતરમાં ઉગાડેલા કપાસમાંથી જે કપડું પોતે જ તૈયાર કર્યું હોય એનાથી સસ્તું બીજું કપડું હાઈ ન શકે, અને જે હોઈ શકે તો તે ટાઢતડકાથી બચાવનારું અથવા તે એબ ઢાંકનારું વસ્ત્ર નહીં માનવું, પણ એ તો શબને ઢાંકવાનું કફન છે. પાણીને બદલે પાણી જેવા દેખાતા ઝેરી પદાર્થ મને કાઈ આપે અને તે મફત આપે, જે પ્યાલામાં આપે તેની ભેટ કરે; અને સાચું પાણી તો કાઈ મારા ખાબામાં જ રેડે અને તેના પણ વળી ચાર પૈસા માગે તો મારે શું પસંદ કરવું ? તમે અધીરા છે, તમારું મન બહુ ચંચળ છે, તમારા