પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૨૫૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

રપર લડતમાં મેલ ન હોત તે જીતી ગયા હેત જીવણલાલ, હીરાલાલ, સતીશબાબુ, પ્યારેલાલ, ચંદ્રશંકર મળી ગયા. સતીશબાબુની સાથે બળાત્કાર વિષે વાત નીકળી. ૨૭– ?-'૨૨ બાપુ કહે : “ અમુક સિદ્ધાંત અથવા ધમને માટે માણસ મરવા તૈયાર છે કે નથી. જે સનાતનીઓ માનતા હોય કે અસ્પૃશ્યતા એ એમનો ધર્મ છે, તો તેમણે મને મરવા દેવા જોઈએ. પણ તેઓ એમ માને કે તેમનાથી મને મરવા ન દેવાય તો એ સ્પષ્ટ છે કે એમને માટે અસ્પૃશ્યતા એ ધમ અથવા સિદ્ધાંત નથી. એમ હોય તો ઉપવાસ, ભલે એ બળાત્કાર તરીકે વર્ણવાય તાપણ, ઉચિત છે.” સાંજે મેં વાત કરતાં કહ્યું : “ પ્યારેલાલ અને પછી જીવણલાલ બંને પૂછતા હતા કે “ મતગણતરીનું પરિણામ આપણી વિરુદ્ધ આવે તો શું ?” મે કહ્યું, “ તો ઉપવાસ છાડવા જોઈએ.' ' - બાપુ કહે : “ બરાબર છે. તે ઉપવાસ ન જ થાય, અને જો ચાલુ રાખું તો એ ઉપવાસ સવર્ણ હિંદુઓની ઉપર બળાત્કાર જ થાય અને જે સાચે બળાત્કારરૂપ હોય તેવા ઉપવાસ થઈ જ ન શકે.” આ વસ્તુ સરસ રીતે કાઈ મુલાકાતના હેવાલમાં મુકાય તો એનું સરસ પરિણામ આવે અને લોકોની ઘણી ગેરસમજ દૂર થાય એમ લાગે છે. - મુલાકાત દરમિયાન કેટલીક હકીકત અસ્પૃશ્યતા બહારની મળી. તેની સાંજે વાતો થતાં બાપુ બહુ અકળાયા. * . . .એ વાત કરી જ કેમ ? એ હકીકત આપી જ કેમ ? મારે એ લોકોને આવતા બંધ કરવા પડશે. . . .ને કહેવું કે અસ્પૃશ્યતાને બહાને મારું માં જેવા કે બીજી વાત ભૂલેચૂકે પણ કરવા મારી પાસે ન આવે. સરકારને કરેલા મારા તારના છેલ્લા શબ્દો તમે હંમેશાં યાદ રાખો : * આ વિશ્વાસનો કદી દુરુપયોગ નહીં થાય, અને એ પણ યાદ રાખજો કે આના અક્ષરનો જરાય લાપ થયે તો આપણું બધું પડી ભાંગવાનું છે. આ તો માથું મૂકીને લડવાની લડાઈ આદરેલી છે. હું તે વારંવાર કહી ચૂક્યો છું કે આપણી લડત બહાર સ્વરછ રીતે ચાલતી હોત તો આપણે કે દિવસના જીતી ગયા હોત. પણ આપણી લડતમાં ઘણું યે મેલું ચાલ્યા જ કરે છે. . . ને કહેજો કે એણે નિશ્ચય કરી નાખો કે લડતમાં રહેવું છે કે અસ્પૃશ્યતાનિવારણનું કામ કરવું છે? પછી એ નિશ્ચયને વળગી રહે. જો એ અસ્પૃશ્યતાનિવારણના કામમાં જ પડે તો મળી શકે. પણ બંને કામ કરી મને ન મળી શકે.”