પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૨૫૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

વલભભાઈને અને મને બરાબર ન લાગ્યું ર૫૩ પદ્મજાનો જન્મદિવસ હતો. પદ્મજાએ લખેલું : “ હું મોટી કયારે દેખાઈશ એ જ મને ખબર નથી પડતી. તમારી આગળ ૨૮-૨૨- રૂ ૨ મોટી દેખાવાને માટે પૂરતું ગૌરવ કોઈ દિવસ પણ પ્રાપ્ત કરવાની તમામ આશાઓ મેં લગભગ છોડી દીધી છે. અને શી રીતે ‘ મોટા” દેખાવું એ બાબતમાં તમારી સલાહ લેવી એ તો કશાય કામની નથી. મહામાપણાની આટલી બધી નામના મેળવ્યા છતાં તમે પોતે જ ભારેખમ દેખાવામાં કોઈ દિવસ જરા પણ ફાવ્યા નથી. - “ ધારું છું કે ભારેખમ દેખાવાની ચાવી એ છે કે વારે વારે હસવું નહી'. પણ ઘણીયે વસ્તુ એવી હોય છે કે તે માટે આપણે જે રડવું ન હોય તો હસવું જ જોઈએ.” બાપુએ એને મીઠા કાગળ લખ્યા : "It certainly pays to be a Mahatma. I get fruit and flowers from slaves like you when it is their birthday and also when it is mine." | f“ મહાત્મા થવામાં જરૂર લાભ છે. તારા જેવા ગુલામ પાસેથી એમનો જન્મદિવસ હોય ત્યારે અને મારો હોય ત્યારે પણ મને ફળ અને ફૂલ મળે છે.” જમનાલાલજીની સારી હવામાં બદલી કરવા વિષે અને મહિને ડાહ્યાભાઈની રાજ રાજ ખબર મેળવવાના માનવ અધિકાર વિષે ડૉઈલને કાગળો લખ્યા. વલભભાઈને આ બાબત બરાબર ન લાગી. મને તો એ હજી સમજાયું જ નથી કે બાપુ આમ અમુક સાથીઓ માટે ખાસ કેમ લખી શકે, જ્યારે બીજા ભારે હેરાન થાય છે અને દુ:ખ ભોગવે છે. ' આજે સુપરિન્ટેન્ડન્ટ ખબર આપી કે “ . . .એ “બી” કલાસ માટે અરજી કરવાની માગણી કરી અને મેં ના પાડી. કારણ એને વિષેની જેલ-અમલદારની નાંધા ખરાબ છે અને એ અરજી ન સ્વીકારાય.” મને તો થયું કે આપણા લોકો આવી રીતે નીચે પડતા જાય છે, ત્યારે ‘સી’ને જ ખારાક લેવા અને ‘સી’ની જેમ રહેવું જોઈએ. પણ એ પગલું લેતાં હજી સકાચ થયાં જ કરે છે. રખેને એમાં ‘ત્યાગ 'ની ગંધ આવી જાય અને ‘ નાટક’ થઈ પડે ! રાજાજી, દેવદાસ આવી ગયા. ઉપવાસ વિષે બાપુ કહે : “ તમારે મને ભૂલી જવો જોઈ એ, અને ભૂલીને બધું કામ કરવું, કાને પણ ભૂલવાનો ઉપદેશ આપવો.”