પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૨૫૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

આન દશકરભાઈને આનંદશંકરભાઈને : - “ તમે તમારે પોતાને વિષે હંમેશાં આત્મવિશ્વાસ ૨૧-૨ – રૂ૨ ઓછા રાખ્યા છે. કાશી જતાં પણ કયાં સંકોચ - એાછો હતો ? પણ કેટલાં વરસ કાઢયાં ? અને કાણુ જાણે હજી કેટલાં કાઢવાં પડશે ? એટલે તમારા અવિશ્વાસમાં હું તણાઈ જાઉં' એમ ન માનશા. રાજાઓએ માણ્વીજીના દક્ષિણમાં ન જવા બાબત એક સંપૂર્ણ દલીલ વાપરી છે. જ્યાં સુધી તેમણે કાશીવિશ્વનાથનું મંદિર ખેલાવ્યું નથી ત્યાં સુધી તેમનું દક્ષિણના શાસ્ત્રીઓ માનશે નહીં. કાશીવિશ્વનાથ ખાલા પછી અમારે ત્યાં આવો એમ તેઓ કહેશે. આવી કફોડી સ્થિતિમાં તમે અને હું એમને ન મૂકીએ. વળી એમની તબિયત વિષે પણ રાજાજી તે કહે છે કે એવડી લાંબી મુસાફરી તેમની પાસે ન કરાવવી જોઈ એ. એટલે જો માલવીજી સંમત થાય તો એમના પ્રતિનિધિ તરીકે તમે નીકળી પડે. લાકે ભલે તમારું ન સાંભળે. પણ એ ન બનવા જેવી વાત છે. આટલું તો તમારા દક્ષિણના પ્રવાસ વિષે.

  • હવે શાસ્ત્રાર્થ વિષે. મારા હાથમાં જે મૂકવામાં આવ્યું છે તેમાંથી કેટલુંક સાહિત્ય મેકલું છું તે તપાસજો અને એ ધ્યાનમાં લઈને એક સુંદર જવાબ ઠીક ઠીક વેળાસર ઘડીને, જેટલા પંડિતો તમારી સાથે ભળી શકે તેટલા પંડિતની તેના પર સહી લેજો. એ જવાબ સંસ્કૃતમાં, હિંદીમાં અને અંગ્રેજીમાં હોવા જોઈએ. એક તો પ્રામાણિક સનાતની, બીજા તટસ્થ જિજ્ઞાસુ, ત્રીજા નિવારણનું કામ કરનારા જેએાને સારુ તમારો લેખ સનાતની વગેરેનો ભેટો કરતાં મદદગાર થઈ પડે અને ચોથા વિધમી એ જેઓ સમજે કે સાચા સનાતન ધર્મ માં જન્મથી કોઈ અસ્પૃશ્ય નથી અને અસ્પૃશ્ય અમુક કારણોને લઈને ગણી શકાતા હોય એ પણ સહેલાઈથી પૂણ્ય બની શકે છે, એ ચારને ઉદ્દેશીને તમારે લખવાનું છે.' અને જે અત્યાચારો અસ્પૃશ્ય ગણાતાની ઉપર આજે થઈ રહ્યા છે તેને સારુ મુદ્દલ આધાર નથી, એ પણ બતાવવાનું છે. જેને તમે, હું અને બીજા હજારો માણસે માન આપીએ છીએ તેનું વાક્ય ટાંકુ :
    • * હિંદુસ્તાનના આ ભાગમાં જ્યારથી મંદિરની પૂજા શરૂ થઈ ત્યારથી જ આ વર્ગોને મદિરાથી દૂર રાખવામાં આવ્યા છે. અસ્પૃસ્યતે મંદિરમાં જવાની છૂટ હતી એવા કાળ શોધી કાઢવાનું વિદ્વાનોને મુશ્કેલ પડશે. મને ભય છે, જો કે તેને માટે ગર્વ લઈ શકતો નથી, કે જે આચરવામાં આવે છે તેવા ધર્મ બહિષ્કારનું વિધાન કરે છે. જેઓ ધર્મના સિદ્ધાંત માનીને એને વળગે છે તેમના પક્ષમાં કાયદો, શાસ્ત્ર અને રૂઢિ એવું બધું છે. એ લાકે સનાતની છે.'