પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૨૫૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

૨૫૪ હરિજનસેવા શી રીતે કરવી ? ** આને તમારે જવાબ આપવાનો છે. કાયદો એટલે સરકારી કાયદો ભલે તેઓના પક્ષમાં હોય; રિવાજ એટલે આજકાલના પતન કાળના રિવાજ ભલે તેઓના પક્ષમાં હોય, પણ શાસ્ત્ર તેઓના પક્ષમાં નથી. હિંદુકાળનો કાયદો તેએાના પક્ષમાં નહોતા, અને ખરો રિવાજ એટલે શુદ્ધ આચાર પણ તેએાના પક્ષમાં હિંદુઓના ઉન્નતકાળમાં કદી ન હતા એ પ્રામાણિકપણે બતાવી શકાતું હોય તો તમારે નિશ્ચયપૂર્વક બતાવવાનું છે. તમારો નિર્ણય ડેલફીના દેવના નિર્ણયના જેવો ન જોઈએ. આવી કુવ-નીતિ જેટલી ત્વરાએ મોકલી શકે એટલી ત્વરાએ મોકલશે.” આજે હુંસાબહેન, જયશ્રીબહેન અને બીજા બે બહેને સવારે આવી ગયાં. મુંબઈમાં હરિજનો માટે રહેવાનાં ઘરની મુશ્કેલીની વાત કરી, મંદિરો વિષે વાત કરી, ગ્રામપ્રચાર વિષે વાતો કરી. બપોરે દેવધર, મથુરાદાસ વિસનજી, જયસુખલાલ મહેતા, અને ચૂનીલાલ ભગવાનજી મહેતા આવ્યા. તે પછી ચીતળિયા તથા સૂરજબહેન બીજી બે બહેનો સાથે આવ્યાં. તે પછી સતીશબાબુ આવ્યા. | બાપુની પાસે વાતો કરવાની નોંધ તૈયાર જ હતી અને પોતાની સૂચનાઓથી એમણે આ લોકોને જાણે માત કરી દીધાં : “ રહેવાનાં મકાનનું કામ તો મ્યુનિસિપાલિટી મારફતે સરાડે ચડી જ જવું જોઈએ. પાંચ રૂપિયા ભાડું પણ હું તો વધારા૫ડતું ગયું. સનાતનીઓ બીજું કાંઈ ન કરે તો આ કામમાં તો મદદ કરે. પછી ટ્રસ્ટ ફંડે, શાળાઓ, ઈસ્પિતાલના હરિજનને લાભ મળતો થઈ જવો જ જોઈ એ. આ શાળા ખૂલી છે એમ કહેવું એ એક વાત છે, એમાં અસ્પૃશ્ય આવવા લાગ્યા છે કે નર્ટી એ જેવું, એવા છોકરાને શોધી કાઢી તેને આ સંસ્થાઓનો લાભ લેવાને માટે ઉત્તજવા, એ બીજી વાત છે. ભોજનગૃહા ખુલ્લા મુકાવવાં, ન ખુલ્લા મૂકે તો અસ્પૃશ્યતાનિવારણ મંડળે અસ્પૃશ્યતાનિવારક ઉપહારગૃહો ખુલ્લાં મૂકવાં અને તેમાં સુધારકાએ આગ્રહ પૂર્વક જવું. એ લોકોને પણ સાફ થઈને આવવાની સૂચના આપવી. જોકે હું ત્યાં બેઠા હોઉં તો સાવરણી ઝાડુ લઈને અને મેલાં કપડાંએ આવ્યો હોય તેને પણ ન કાઠું અને ખવડાવું અને પછી બીજી વાર આવે ત્યારે તેને સાફ થઈ ને આવવાની ફરજ પાડુ. આ બધું કહું છું કારણ મારી પાસે તો દક્ષિણ આફ્રિકાના મારા પિતાના અનુભવ છે. એ લોકોને અપમાન લાગે એવું કશું જ ન થવું જોઈએ. પ્રિટોરિયાની એક હોટેલમાં એક અમેરિકને મને માંડ ઉતાર્યો, એવી શરતે કે રાત્રે મને મારા એારડામાં જ ખાવાનું આપવામાં આવે. આખરે બીજા જમનારાઓએ જ કહ્યું કે ગાંધી આવે તો અમે ન અભડાઈ એ