પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૨૫૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

બાપુની લાગણીની તીવ્રતા રપ૭ એટલે માંડ ડાઈનિંગ રૂમમાં ખાવાનું મળ્યું. બીજી તરફથી આપણે એ પણ યાદ રાખવું જોઈ એ કે લોકોને સૂગ ચડે છે એ વાત સાચી છે. આપણા લોકોને મારે દક્ષિણ આફ્રિકામાં સમજાવવા પડતા હતા કે જે હોટેલમાં જવાનો હક મેળવવો હોય તો આપણે સ્વરછતા શીખવી જોઈએ અને એ લોકોને ચીતરી ચડે એમ ન વર્તવું જોઈએ. ત્યાંનાં ચિત્રા ઓછું તો તમને ઊલટી કરાવું. , . .ને ઊલટી થવા જેવું જ એક વાર થયું હતું, અને તે ઊડી ગઈ હતી. " - મંદિરમાં કઠેરા મૂકવાની પદ્ધતિ વિષે કહ્યું : “ એ વસ્તુમાં પ્રામાણિકતા હોય તો મને વાંધો નથી. પણ એમાં પ્રામાણિકતા નથી. એના કરતાં તે એ મંદિરોનો ત્યાગ કરાવીને અસ્પૃશ્યાને માટે બીજું મંદિર એ લોકેની જ પાસે પૈસા લઈને કરાવા, અને એમાં સુધારકા અને અસ્પૃસ્યા જાય એમ કરા અથવા એક જ મંદિરમાં જુદા જુદા સમયે જવાનું રાખો.' મથુરાદાસ કહે : “ એ તો કેમ અને ? સમય તો મંદિરમાં જવાના અને દેવને જગાડવાના પાઢાડવાના એક જ હાય ના ? ” e બાપુ : “ તે ભલે, પણ એ લોકોની લાગણીને માન આપીને તો આપણે કરાવીએ છીએ કે એક કલાક કે બે કલાક ઠરાવીએ તે દરમ્યાન એ લોકો આવે.” e આ ઉપવાસ વિષ વલ્લભભાઈનું મન માનતું નહોતું પણ આજે કહે : 6 શાસ્ત્રીને કાગળ વાંચીને તો એમ થાય છે કે આ ઉપવાસ થયા તે સારું થયું. આવા શાસ્ત્રી જેવા કોઈ દહાડે થોડા જ ધર્મમાં સુધારા કરી શકવાના છે ? એ તો બાપુના જેવા કાઈ સમર્થ ઉપવાસ જેવું શસ્ત્ર ઉઠાવે ત્યારે જ આ ભયંકર અંધકારનાં વાદળ વીખરાય. દેવધરની સાથે વાત કરતાં બળાત્કારની વાત નીકળી અને બાપુએ પાછું કહ્યું કે 66 મતગણતરી મારી વિરુદ્ધ હોય તો હું ઉપવાસ છે.' ' એટલે દેવધર કહે : “ પણ એવી લોકોને ખબર પડે તો તે તમારા ઉપવાસ છોડાવવાને માટે પણ મંદિરપ્રવેશની વિરુદ્ધ મત આપે. બાપુ : “ ભલે ને આપે. પણ પછી મને ખબર પડી જાય કે જે હિંદુ ધર્મને હું આમ વળગી રહ્યો છું તે હિંદુ ધર્મને આ લોકોએ આ કરી મૂકયો છે, ત્યારે મારે મરવું ભલું. બીજા ધર્મોમાં મને જે વિશાળતા ઇરછું તે મળે નહીં', એટલે મારે મરવું જ રહ્યું ના ? ” આ બાપુની લાગણીની તીવ્રતા વ્યક્ત કરે છે. લકી આંધળાભીત થઈને કાગળ લખ્યું જાય છે. નારણદાસ સંધાણી એઠી ગાળા પોતાની સનાતન ધર્મ પત્રિકામાં વરસાવે છે. બીજા સીધા મ-૧૭