પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૨૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

નિ:સ્વાર્થ સેવા એ પ્રાથના છે પણ હું આશા રાખું છું કે આપણા લોકોમાં એટલી અકકલ છે જ કે તેઓ આપના આ મહાન બલિદાનને બિનજરૂરી બનાવે. અમને સ્વરાજને માર્ગે દોરવાને માટે તમે ઘણાં ઘણાં વર્ષ જીવો એવી મારી અંતરની તીવ્ર વાંછના છે.” - એને બાપુએ જવાબ આપ્યો : “Dear Kamakoti, "I have your very touching and tender letter. There need be no grief over the ordeal that I have set before me at conscience's call. It is a privilege that rarely comes to one. Having identified myself with our suppressed brethren for fifty years, I saw no escape from it. If however God wants more service from me through this body, He will make the way clear for me. "And why no faith in prayer ? Faith is either derived or revealed from within. You should derive it from the testimony without exception of all the teachers and seers of all climes, countries and times. A true prayer is not a mere lip expression. It need never lie. Selfless service is prayer. You must not say, 'I have no faith in prayer.' * પ્રિય કામકાટી, તમારા બહુ જ કામળ અને ભાવભર્યો પત્ર મળે. અંતરના અવાજને માન આપી જે અગ્નિવેશનું મેં નક્કી કર્યું છે તે માટે દુ:ખી થવાનું હોય જ નહી. આવા લહાવા તે કોઈ વિરલાને જ મળે છે. આપણાં અંત્યજ ભાંડુઓ સાથે પચાસ વરસ થયાં મેં’ એકતા સાધી છે. એટલે મારે માટે બીજો કશા ઉપાય જ નથી. છતાં ઈશ્વરને મારી પાસેથી આ શરીર મારફત વધારે સેવા લેવી હશે તો મારા માર્ગ તે સરળ કરશે. - “ અને પ્રાર્થનામાં તમને કેમ વિશ્વાસ નથી ? વિશ્વાસ કાં તો મેળવેલો હોય છે કાં તો અંદરથી ઊગેલા હોય છે. દરેક દેશમાં અને દરેક કાળમાં જે સંતો અને ઋષિમુનિઓ થઈ ગયા છે તેમણે નિરપવાદરૂપે જે વાતની સાક્ષી પૂરી છે તેમાંથી તમને એ વિશ્વાસ મળવો જોઈએ. સાચી પ્રાર્થના કેવળ મોઢાનાં વચનોની નથી હોતી. તે કદી જૂઠી પડતી નથી. નિઃસ્વાથ સેવા એ પ્રાર્થના છે. તમારે એમ તે ન જ કહેવું કે “મને પ્રાર્થનામાં શ્રદ્ધા નથી.'