પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૨૬૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

રપટ સરકારને કડવો ઘૂંટડા કાગળ લખીને મંદિરોમાં ખળભળાટ થયાની ખબર પણ આપે છે. ચીપળુણમાં એક સજજને વેઠવી પડેલી આપત્તિનું ‘કેસરી’માં વર્ણન છે. જ્યારે કાઢહાપુરમાં સત્ય સમાજના લેકે અને અસ્પૃશ્યાએ એક મંદિરના કબજે લઈ ને શ્રદ્ધાળુ સનાતનીઓને ભગાડવાના પણ દાખલા છે. બાપુ આ સાંભળીને કહે : 64 તોફાનનું કેન્દ્ર તા મહારાષ્ટ્ર થઈ પડશે એવું લાગે છે.' સેકીના કાગળ વિષે મ્રપુએ ‘હિંદુ’ના ખબરપત્રીને આપેલા જવાબ વિષે સરકાર તરફથી વાંધો આવ્યો કે “ એ ઉપરથી જોતાં ગાંધી એ આપેલી કબૂલાતનો ભંગ કરનાર લાગે છે, એટલે એ વિષે ગાંધીને શું કહેવું છે તે જાણવું.” બાપુએ લાંબા કાગળ તુરત જ લખાવ્યું અને સાંજે ને સાંજે મોકલ્યા. વલભભાઈ કહે : “ હવે કાલ સુધી તો રાહ જુએ.” બાપુ કહે : “ નહીં, આપણે આવા કાગળોના જવાબ આપતાં કયાં રાહ જોઈ એ છીએ ? આ પ્રકરણ સાંગોપાંગ ઊતરે ત્યારે ખરું. સરકારને આ કા ઘૂંટડા ગળા પડયો છે એટલે ઠાકરિયા વીંછીની જેમ ટાણેકાણે આંકડા માર્યા જ કરવાના ! અને છતાં મણિબહેનને ડાહ્યાભાઈને વિષે રાજ ખબર આપવાને અને તેને રાજ ડાહ્યાભાઈનો સંદેશો મોકલવાને માનવઅધિકાર બાપુએ મેળવ્યા. આજે જ સરકારના કાગળ આવ્યા કે “ ગાંધી ભલે રાજ ખબર આપે અને મણિ ભલે રાજ જવાબ આપે ! ” વલભભાઈ ને આ માગણી જ યોગ્ય નહાતી લાગતી. એટલે બાપુ કહે : કેમ માનવઅધિકાર કબૂલ કરાવ્યા કે નહીં ? ” વલ્લભભાઈ ચૂપ રહ્યા. રાત્રે ટપાલના ઢગલા વાંચતાં વાંચતાં સૂતા. એમાં ત્રિવેન્દ્રમની એક કૅલેજના રસાયણશાસ્ત્રના આસિસ્ટન્ટ પ્રોફેસરને કાગળ ૨૦–૨ ૨-'રૂર હતા. ગાળ અને અપમાનથી ભરેલો ! એ માણસે આત્મકથા વાંચી હતી. અને તેમાંથી જે બાધ કાઢયો હતા તે એ કે ‘ગાંધી તો પ્રથમથી જ નાસ્તિક અને ભક્તિહીન છે. જે પોતાના બાપને વિષયી કહીને વગોવે, જે પોતાના શિક્ષકને ચોરી કરવાને લલચાવવાની અપ્રામાણિકતા માટે વાવે, જે કાશીવિશ્વનાથના મંદિરમાં જઈ ને પૂજારીને એક પાઈ ધરવાનું અપમાન કરે તેની પાસે બીજી શી આશા રખાય ? ' કલકત્તાની સંસ્કૃત કૅલેજના એક વિદ્યાવાગીશ એમ. એ.નો