પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૨૬૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

શેષ જીવન અસ્પૃશ્યતાનિવારણ માટે ગાળશે ? ૨૧૧ ‘ ટાઈમ્સ ઓફ ઈન્ડિયા’ના ખબરપત્રીની સાથે મુલાકાત : સવાલ – તમે તમારું શેષ જીવન અસ્પૃશ્યતા૨ ૨-૨ ૨- રૂ ૨ નિવારણના કામમાં જ ગાળવાનું નકકી કર્યું છે ? ' બાપુ - કહી શકું નહીં કે અત્યારે મારા એવો ઇરાદો છે અથવા કદી પણ એવા સંભવ છે. એમ કહેવું એ પૂણ સત્ય ગણાય કે મારું જીવન હિંદુ ધર્મના આ અત્યંત આવશ્યક સુધારાને માટે સમર્પિત છે. પણ એમ તો મારું જીવન બીજી ઘણી વસ્તુઓને માટે સમર્પિત છે. મારા જીવનને એકબીજાથી અલગ એવા ઘણા વિભાગમાં હું વહેચી શકતા નથી. મારા જીવન અ ખંડ છે. મારી તમામ પ્રવૃત્તિઓનું મૂળ એક જ જણાશે. જીવનના દરેક ક્ષેત્રમાં, પછી તે નાનું હો કે મારું, સત્ય અને અહિંસાની ઉપાસના કરવી એ મારું ધ્યેય છે. આજે સવારે ‘ટાઈમ્સ ઑફ ઈન્ડિયા'ના એક લેખ મેં વાંચ્યો. એ વિષે હું કંઈક કહેવા ઈચ્છું છું. આજની તંત્રીપદેથી લખાયેલી નોંધમાં રહેલી એક ભૂલ હું સુધારવા ઈચ્છું છું. એમ કહેવું એ સાચું નથી કે હરિજનને સામાજિક હકો અપાવવાને લગતા તમામ પ્રશ્નો મંદિર પ્રવેશના પ્રશ્નમાં સમાઈ જાય છે. મંદિરપ્રવેશ એ તો ઘણા પ્રશ્નોમાંના એક પ્રશ્ન છે. આજે એ પ્રશ્ન આટલા આગળ આવ્યા છે તેમાં જવાબદારી મારી નથી. મારી વિનંતીથી શ્રી કલપને પોતાના ઉપવાસ છોડી દીધા એટલે એને મદદ કરવા હું બંધાયે છું. તેથી સ્વાભાવિક રીતે જ ગુરૂવાયુર પ્રત્યે મારે લોકોનું ધ્યાન ખેંચવું જોઈએ અને નક્કી કરેલી તારીખ, બીજી જાન્યુઆરી, પહેલાં એ વિખ્યાત મંદિર હરિજના માટે ખુલ્લું થાય એ માટેના બધા ઉપાયો અજમાવવા જોઈ એ. ઉપવાસ એ મંદિર ખુલ્લું કરાવવા પૂરતા જ હશે, બીજા કોઈ મંદિર માટે નહીં. વળી એ ઉપવાસની ક૯૫ના મારી નથી. જે શ્રી કેલપનને ઉપવાસ કરવા પડે તો મારે પણ ઉપવાસ કરવાની ધમ થઈ પડે છે. હરિજને માટે એ મંદિર ખુલ્લું મુકાવવાની પ્રવૃત્તિ કરવામાં સમાજના કોઈ પણ વગર ઉપર બળજબરી કરવાના જરા પણ ઈરાદો નથી. મને માહિતી મળી છે તે પ્રમાણે — અને એ માહિતીની સત્યતા વિષે શંકા લાવવાનું મને કાંઈ કારણ નથી — ઘણા સવણ હિંદુઓ એ મંદિર હરિજનો માટે ખુલ્લું મુકાય એની તરફેણમાં છે. જો એમ હોય તો પછી બળજબરી કરી ન જ ગણાય. એ પણ યાદ રાખવું જોઈએ કે આ પ્રશ્ન, જોકે લોકેા આગળ હમણાં આવ્યા, પણ શ્રી કેલપ્પન અને તેના સાથીએ ઘણાં વર્ષોથી એને માટે કામ કરી રહ્યા છે. અને તેમણે લોકમત પિતાની તરફેણમાં