પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૨૬૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

२१२ વચનભ”ગ કરીને અચાવેલી જિદગી નકામી કેળવ્યો છે તે કાંઈ છેલ્લા થોડા દિવસમાં જ થયું છે એમ નથી. ઘણાં વર્ષોથી તેમણે સતત ચળવળ કરી તેનું એ પરિણામ છે. સ -શ્રી કેલપન પ્રત્યેનો તમારો ધર્મ શું એટલો બધો છે કે જે શ્રી કેલપ્પન ઉપવાસ કરે તો તમારે તમારી જિંદગી જોખમમાં નાખવી જ જોઈએ ? - બાપુ – હું આભપ્રતિષ્ઠા ખોઈ બેસું કે તરત જ કોઈ પણ સેવા માટે હું તદ્દન નાલાયક થઈ પડું. ન્યાયી કામ માટે જ્ઞાનપૂર્વક આપેલા વચનના પાલનને હું એટલું મહત્ત્વ આપું છું કે એ વચનના પાલન માટે જિંદગી જોખમમાં નાખવી પડે એને હું કાંઈ મોટી વાત ગણતો નથી. સવ — તમે હરિજનોનું જે કામ કરી રહ્યા છે તેના કરતાં પણ આ વધી જાય ? બાપુ - વચનભંગ કરીને બચાવેલી મારી જિંદગી હરિજનોને કશાય કામની રડે નહીં. જ્યારે વચનનું પાલન કરતાં હું જિંદગી ગુમાવું તો મારા અભિપ્રાય પ્રમાણે એ કેવળ હરિજને માટે અથવા હિંદુ ધમ" માટે જ નહીં, પણ હું નમ્રતાપૂર્વક કહું છું કે, આખા હિંદુસ્તાન માટે અને સારી દુનિયા માટે અમૂલ્ય વસ્તુ થઈ પડે. સવ – તમને મૂર્તિપૂજામાં શ્રદ્ધા નથી છતાં હરિજનોને મૂર્તિપૂજાનો હક મળે તે માટે શું કામ આટલી જ ડેમત ઉઠાવી રહ્યા છો? બાપુ - મને મૂર્તિપૂજામાં શ્રદ્ધા નથી એવું મેં કદી કહ્યું હોય એમ હું ધારતો નથી. મારા લેખામાં પણ એવું કશું હોવાનું મને યાદ નથી. મેં વારંવાર કહ્યું છે તે તો એમ છે કે હું મૂર્તિભંજક પણ છું અને મૂર્તિપૂજક પણ છે. મૂર્તિપૂજામાં મને વિશ્વાસ નથી એમ કહેવાથી આ જુદી જ વસ્તુ થઈ ને? પણ કોઈ એમ કહે કે હું ભાગ્યે જ મંદિરમાં જાઉં છું તો એ વસ્તુ તદ્દન સાચી ગણાય ખરી. શું કામ હું નથી જતા તેનાં કારણમાં હું નહીં ઊતરું. પણ હું એટલું કહીશ કે મારે ધમ એટલે વિશાળ છે કે હું હિ દુ મંદિરમાં, મુસલમાનની મસ્જિદમાં, તેમ જ ખ્રિસ્તી અથવા યદ્દીના દેવળમાં સરખા જ ભક્તિભાવથી જાઉં છું. આ બધામાં નાસ્તિક તરીકે કે ટીકાકાર તરીકે હું કદી ગયા નથી પણ હું મેશાં ભક્તિભાવપૂર્વક ગયો છું. આશ્રમમાં લખતાં : “ મારે ઉપવાસ ન જ કરવો પડે એમ લાગે છે.” સતીશબાબુને કહ્યું : “ મને આપવામાં આવેલી માહિતી સાચી હોય કે લેકમત આપણી તરફેણમાં છે તે મંદિર ઊઘડવાનું જ છે.”