પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૨૬૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

પ્રેમનું દબાણ અળાકાર નથી ૨૧૩ ‘ કેસરી’વાળા સાથે :

  • જેઓ મંદિર પ્રવેશમાં માનવાવાળા છે તેમને પોતાની પ્રવૃત્તિમાં વેગવાન કરવા ખાતર આ ઉપવાસ છે. જે એમ સાબિત થાય કે મંદિરમાં જનારાની વિશાળ બહુમતી મંદિરપ્રવેશની વિરુદ્ધ છે તો હું ઉપવાસ નહીં કરું. બીજી કોઈ રીત અખત્યાર કરીશ. વિરોધીનો મત ફેરવવા માટે ઉપવાસ યોગ્ય સાધન નથી. વિરાધાની સામે એકે ઉપવાસ કર્યો હોય એવું મને યાદ નથી. આ ઉપવાસ સ્ટીઓની સામે પણ નથી. મંદિરમાં જનારાઓના મતનું જે તેમને પીઠબળ મળે તો હું ઉપવાસ ન કરું. ઉપવાસથી લોકોનું ધ્યાન જરૂર ખેંચાશે, પણ જેઓ મંદિર પ્રવેશના વિરોધી છે તેઓ પોતાનો મત ફેરવે એવી હું આશા રાખતા નથી. પણ આખા હિંદુસ્તાનમાં અને આખી દુનિયામાં જે મંદિર પ્રવેશમાં માનનારા છે તેઓ હરિજનાની વહારે ધાય એમ હું ઈચ્છું છું. મને એવી માહિતી મળેલી છે કે મંદિરમાં જનારાની બહુમતી મંદિર પ્રવેશની તરફેણમાં છે. સંભવ છે કે મારી માહિતી ખેાટી ડાય. અને જે બેટી માલૂમ પડદો તો હું શ્રી કેલપનને તેનો નિર્ણય ફેરવવાની સલાહ આપીશ. e « જેઓ મંદિર પ્રવેશની વિરુદ્ધ છે એના ઉપર પણ મારા ઉપવાસની અસર થાય, તો એનાં બે કારણ હોઈ શકે : તેમને મારે માટે પ્રેમ હોય અથવા તેઓ લેક મતથી ડરી જાય. પ્રેમની અસર પડે, અને પ્રેમને લીધે પેાતાના અભિપ્રાયને તેઓ કારે મૂકે એવો ભય છે. આ વિધાનમાં રહેલા તકને આપણે તપાસીએ. એનો અર્થ એ થયો કે તેમને પ્રેમ ધર્મનું રૂપ લેશે એટલે કે બીજા બધા વિચારોને બાજુએ મૂકી દેશે. ધારો કે મારા બાપ અથવા મારો દીકરો એમ કહે કે તું હિંદુ ધર્મ નહીં છોડી દે તો અમે ઉપવાસ કરશું. તો મારે એમને મરવા દેવા જોઈએ. પણ જેઓ પોતાની ધાર્મિક માન્યતાને મારે ખાતર ગૌણ પદ આપે છે. તેઓ મારા પ્રત્યેના પ્રેમને પોતાનો ધર્મ બનાવે છે. એટલે કે તેમની માન્યતા અફર નથી પણ કરી શકે એવી છે. મારી સ્ત્રીએ મારા પ્રત્યેના પ્રેમને લીધે જ અસ્પૃશ્યોની બાબતમાં આવું કર્યુ હતું. એવું જ મારા મોટા ભાઈને વિષે બન્યું છે.' એમને મારા પ્રત્યે એટલે અણગમો ઊપયેા હતા કે તેઓ મને ગાળ દેતા. પણ જ્યારે તેઓ મરણુપથારીએ પડવ્યા ત્યારે તેમનું દિલ બદલાઈ ગયું. પોતાના નાના ભાઈ પ્રત્યે તેમણે ઘેાર અન્યાય કર્યો હતો એવું તેમને પ્રતીત થયું. આથી ઊટા દાખલા છે. જેએ અસહકારની લડતમાં મારે માટે પ્રાણ પાથરવા તૈયાર હતા તેઓએ મારાં બીજાં કાર્યો માટે મને ગાળીએ દેવાની ધમકી આપી છે. મારા જીવનનાં આવાં કેટલાંયે પાનાં છે. દક્ષિણ