પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૨૬૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

ર૬૪ પવિત્રતા ભારે ચેપી છે આફ્રિકામાં મીર આલમમાં પણ ભારે હૃદયપરિવંતનું થયું. આવા બધા દાખલા એમ સૂચવે છે કે તેમની માન્યતાઓ કરતાં તેમને પ્રેમ વધારે બળવાન હતા. ઘણી વાર દેશભક્તિ અથવા દેશપ્રેમ ધર્મનું રૂપ લે છે. ધર્મ એટલે જે ધારણ કરે છે. પછી એ ધર્મ નાસ્તિક હોય, મૂર્તિની પૂજા કરનારનો હોય કે નિરાકારની ઉપાસના કરનારના હોય. a * પ્રેમમાં જબરદસ્તી રહેલી જ હોય છે. પ્રેમના દબાણને વશ થઈ મિત્રો કેટલાંયે કામ નથી કરતા ? સ0 - પણ પ્રેમથી શું પ્રશ્નનો ઉકેલ આવે? બાપુ - હંમેશાં નહીં. પણ જે પ્રેમ પાછળથી માન્યતાનું રૂપ લે તો જરૂર આવે. પ્રેમની શક્તિ અજબ છે. બળાકારમાં જેના ઉપર તે કરવામાં આવે છે તેને શારીરિક અને માનસિક દુ:ખ આપવાપણું રહેલું છે. પ્રેમમાં પણ કષ્ટ છે. પણ એ જુદા જ પ્રકારનું. બાળકને ધારણ કરતી માતાના જેવું એ છે. પ્રસૂતિની પીડાને એક વાર અનુભવ થયા પછી પણું તે શું કામ બીજું બાળક ધારણ કરે છે ? e પવિત્રતા એ જીવંત વસ્તુ છે. રોગના જંતુઓ કરતાં તે ઘણી વધારે ચેપી છે. જેમની ઈરછી ન હોય તેમના ઉપર પણ રોગના જંતુઓ અસર કરે છે. તે જ પ્રમાણે માણસની ઈરછા વિરુદ્ધ પવિત્રતાની પણ તેના ઉપર અસર થાય છે. ઈથર અથવા વીજળી કરતાં પણ એ વધારે બળવાન છે. પેલાં તો ભૌતિક બળા છે પણ પવિત્રતા એ નૈતિક બળ છે અને નૈતિક બળ ભૌતિક બળ કરતાં અનંતગણું શ્રેષ્ઠ છે. કોઈ માણસ એમ ન કહી શકે કે પોતે એકલે જ વિશુદ્ધ થશે. એવી વિશુદ્ધિ તો ધોળેલી કબર જેવી ગણાય. સ૦ - અમુક હદ સુધી એમ હાય. બાપુ. શા માટે ? મંદિરમાં એકઠા થનારા લોકો એકબીજાને ઓળખતા નથી હોતા. અસ્પૃસ્ય પોતે અસ્પૃશ્ય છે એમ ન કહે તો એમને કેાણ ઓળખવાનું હતું ? કેટલાક હરિજનો મને એવા મળ્યા છે જેઓ કાશીવિશ્વનાથના મંદિરમાં જઈ આવ્યા છે. આ ૧૯૧૫ની વાત છે. મેં તેમને કહેલું કે એમણે એવું હરગિજ ન કરવું જોઈએ. તમે જો એમ સ્વીકારો કે હરિજનો ચાખા રહે તો ભલે મંદિરમાં આવતા, તો મને તો એટલાથી સંતોષ છે. પણ એમની ગંદકી એ આપણું ભૂતકાળના અન્યાયનું પરિણામ છે, માટે એમને ચખાઈ શીખવવાની ફરજ આપણી જ છે. એટલે જે સ્વચ્છતાનો આગ્રહ રાખવામાં આવે તો હું તો એ શરત સ્વીકારી લઉં' અને એમને સ્વચ્છ રહેતાં શીખવું. હું એમ