પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૨૬૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

પહેલાં અડવું કે પહેલાં સુધારવા ? નથી કહેતા કે એમને છેક મૂર્તિની પાસે – નિજમંદિરમાં જવા દેવા. તેમાં એકલે પૂજારી જ ભલે જઈ શકે. સ૦ – અસ્પૃશ્યતાના નિવારણ માટે તમે કાંઈ સમયની મર્યાદા સ્વીકારો ? બાપુ – જરાય નહી'. ગુરુવાયુરના મંદિર વિષે સમયની મર્યાદા છે તે તો સંજોગોને લઈ ને ઊભી થયેલી છે. સવ - આ ઝઘડા અભણ સવર્ણો અને અભણ અસ્પૃશ્યો વચ્ચે છે એમ ન કહેવાય ? e બાપુ - ના. ભણેલા સવણે જ મને વિરાધના કાગળો લખી રહ્યા છે. હું તો માનું છું કે અભણ સવર્ણોના માટે ભાગ મંદિરપ્રવેશની તરફેણમાં છે. ગુજરાત અને મહારાષ્ટ્રમાં કદાચ નહીં હોય પણ દેશના બાકીના ભાગમાં મોટો જનસમુદાય મંદિરપ્રવેશની તરફેણમાં છે. મહારાષ્ટ્રમાં પણ રત્નાગિરીમાં દત્તમંદિર બધાને માટે ખુલ્લું છે. a સવ – સાર્વજનિક કૂવાઓમાંથી અસ્પૃસ્યાને પાણી લેવા દેવાનું લોકોને સમજાવવા માતે ઇસ્લામપુર ગયા હતા. બાપુ - વસ્તીના પાંચમા ભાગને અસ્પૃશ્ય રાખીને હિંદુએ સંસ્કારમાં અને નીતિમાં ખૂબ જ ઊતરી ગયા છે. આપણે જે હરિજન સાથે સંસગ રાખતા થઈ એ તો તેમાં સ્વચ્છ પણ થાય અને સરકારી પણ થાય. હરિજનાની ત્રુટીઓ હું બરાબર જાણું છું. તેમની ટેવા સ્વચ્છ માણસને ન ગમે એવી હોય છે. પણ મારી ખાતરી છે કે ધર્મ સમજીને હિંદુઓ અસ્પૃશ્યતા નાબૂદ કરે તો તેમની પોતાની નૈતિક ઉન્નતિ થશે. હિંદુ ધર્મની છાતી ઉપર ઓથાર ચંપાયા જેવા બાજ છે તે ઊપડી જશે અને હિંદુ ધર્મ એક જીવંત બળ બનશે. પછી હિંદુ ધર્મ માં એક નવી જાગૃતિ આવશે, એક નવી શક્તિ પેદા થશે અને આખા સમાજને તે ઊંચે ચડાવશે. આપણા જીવતાં આ વસ્તુ જો આપણે સાધી શકીએ તો એ આપણે માટે અને દુનિયાને માટે એક મહાન વસ્તુ બનશે. સવ — તમે ઘોડાની આગળ ગાડી મૂકવાની વાત નથી કરતા ? બાપુ - ના, હરિજનાને અલગ રાખીને સુધારી શકાય જ નહીં. તેમને સુધારવા માટે તેમના નિકટ સંસર્ગ કેળવવો જ જોઈ એ. તમે તે જ્યાં સુધી એ સુધરે નહીં ત્યાં સુધી એને અસ્પૃશ્ય રાખવા ઇચ્છે છે. ટેસ્ટેયની ભાષામાં કહું તો એની પીઠ ઉપરથી તમારે ઊતરી જવું જોઈએ. તમે તો એની પીઠ ઉપર બેઠા બેઠા એના પરસેવા અને એને મેલ દેવાની વાત કરો છો. પણ જેવા તમે એની પીઠ ઉપરથી ઊતરશે તેવી જ એના