પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૨૬૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

ખાઈમાં નાખીને ખાઈમાં પડયા શરીરમાંથી સુગંધ નીકળવા માંડશે. એને ગ દે અને અપવિત્ર રાખીને તમે ગંદા અને પવિત્ર થાઓ છો. આ દલીલથી બીજી રીતે લોકમાન્ય તિલકે દલીલ કરેલી છે : “ (સ્વરાજ માટે) મને લાયક થવાનું કહેનારા તમે કોણ ? હું લાયક છું જ. અને એને (સ્વરાજને) મારે જન્મસિદ્ધ હક માનું છું.’ સ૦ પણ એને નાલાયક બનાવવામાં આવ્યા છે તેનું કેમ ? બાપુ – કાણ નાલાયક છે એ તો એક ઈશ્વર જ જાણે છે. તમે એ. વાતનો ઇનકાર કરી શકે એમ છે કે કેટલાક અસ્પૃશ્ય તમારા ને મારા કરતાં કેટલાય ચાખા હોય છે ? કેવળ બાહ્ય સ્વચ્છતાની વાત ન કરે. એ તો આંખના પલકારામાં આવી જાય. તમારે એમને સ્વચ્છ રહેવાની તક આપવી જોઈએ અને ઉત્તેજન આપવું જોઈ એ. પછી તે તમારા કરતાં વધારે સ્વચ્છ રહેશે; ધર્માન્તર કરીને થયેલે ખ્રિસ્તી જન્મથી ગણાતા ખ્રિસ્તી કરતાં બાઇબલની દરદ અજ્ઞાનું પાલન વધારે સારી રીતે કરે છે તેમ. સવ – પણ અમે રાજભાજને કયાં અસ્પૃશ્ય ગણીએ છીએ ? બાપુ –નથી ગણતા ? પર્વતીના મંદિરમાં એ જઈ શકે ખરો ? આંબેડકર તે મને કહેતા હતા કે એને પૂનામાં રહેવાનું ઘર નથી મળતું. એ પૂના આવ્યા ત્યારે તમારામાંથી કોઈ એ એને કહ્યું કે અમારું ઘર તમારું જ છે ? એટલે તમે તો આ બહુ ખાટું દૃષ્ટાંત પસંદ કર્યું છે. જે આ (ભણેલા ) લોકે પૂરતી પણ અસ્પૃશ્યતા તમે કાઢી નાખી હોત તોય ઠીક હતું. પણ આંખે ઊડીને બાઝે એવા આ લોકોના દાખલા મારા ઉપવાસ માટે પૂરતા છે. હું તો આંબેડકરને ઓળખતા પણ નહોતું ત્યારે પણ તેની ઝેરી ટીકાઓનો બચાવ કરતો. આ પૂના-કરારમાં શા માટે મેં જતું કર્યું* એ તમે જાણો છો ? આંબેડકરે મને કહ્યું કે મારે તો અનામત જગ્યાએ એક દંડ તરીકે જોઈ એ છીએ. એની વાત મેં તરત કબૂલ કરી. એણે કહ્યું કે તમે એવી પરિપાટી પાડે છે તે હું કાંઈ સમજે નહી. તો મારા અનુભવોની વાત કહું છું કે કાયદો ન થયેલ હોય તો અમને કાંઈ ન મળે. મારા ઉપર જે સંખ્યાબંધ કાગળા આવે છે તે ઉપરથી હું પણ અનામત જગ્યાએ હોવી જોઈએ એ મતના થયો છું. આપણે એ લકાને જ્યારે અસ્પૃશ્ય ગણતા બંધ થઈશું ત્યારે સંસ્કારમાં હિમાલય જેટલા ઊંચે ચડીશું. આજે તો આપણે એમને ઊડી ખાઈમાં નાખ્યા છે અને એમની સાથે આપણે પણ ખાઈમાં પડથા છીએ.