પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૨૬૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

સનાતનીઓને જરૂર મળવું २१७ તમે કેસરી'નું એક કૉલમ મને હરિજન માટે આપી. પણ એ એક કોલમ પૂરેપૂરું શુદ્ધ સે ટચનું સોનું ડેવું જોઈએ. તેમાં કક્યાંય એસૂરો અવાજ ન નીકળે. મારું વૃત્તવિવેચન જુદા જ પ્રકારનું છે. ગોખલેએ કહેલું કે તારા છીપાને વર્તમાનપત્ર કહી જ ન શકાય, એ તે વિચારપત્ર છે. હરિજનાને જરાયે ખાટી દોરવણી આપશો નહીં. તમે જે મંદિર પ્રવેશની વિર દ્ધ હો તો એને એવી માન્યતા તરીકે ન ગણાવશે કે જેમાં આવતી કાલે ફેરફાર થવાનું કાંઈ પણ કારણ હોય. કે. સદાશિવ સાથેની વાતચીત : સદાશિવે : “ કેલપનને જેલમાંથી છૂટીને મળ્યા. પાલી કલીકટથી છત્રીસ માઈલ દૂર આવેલું ગામડું છે. ત્યાં મોટા ભાગની વસ્તી મુસલમાનની છે. કેલપુનને ત્યાં સસ્તી જગ્યા મળી ગઈ એટલે એણે ત્યાં આશ્રમ કાઢયો. e “ સનાતની લેકાએ વિરુદ્ધ ચળવળ ઊભી કરી છે. એ લોકો આપણી જ રીત અખત્યાર કરે છે. લોકો પાસે સહીએ કરાવે છે. પણ તેમની સભાઓમાં પાંચ પચાસ લોકેા જાય છે. એમણે પાંચ લાખ રૂપિયા એકઠા કરવા માટે સનાતનીઓની એક સભા કરેલી તેમાં આઠ સનાતનીઓ હાજર હતા ને રૂપિયા કાંઈ ભેગા ન થયા.

  • કેલપન પૂછે છે આપણે પણ એવી પ્રવૃત્તિ ચલાવવી ? ”

બાપુ : “ એ લેકામાં સારા માણસો હોય એને જરૂર મળવું. એ વર્ગોની દેશમાં સંયુક્ત પરિષદો પણ કરી શકાય. આપણે લડવાને માટે જ શા માટે ભેગા થઈ એ ? ” સદાશિવ : ** કેમ્પનનું દુ:ખ એ છે કે લેકો કહેશે કે મહાત્મા પાસે ઉપવાસ કરાવ્યા. નવેમ્બરની પડેલીએ ઉપવાસ કરવાના હતા તેને બદલે વીસમી સપ્ટેમ્બરે કેમ કર્યો ? કેટલાયે માણસો બીજી જાન્યુઆરીના ઉપવાસ પહેલાં પ્રાયપાન કરવા ઇરછે છે. દસ જણા કેલપનની સાથે ઉપવાસ કરવાના છે.” બાપુ : “ એની રજા કોઈને ન અપાય. કાઈ એ આ ક્રમમાં વિક્ષેપ નાખો જોઈ એ નહીં. અને ઉતાવળ કરવી જોઈએ નહીં.” સદાશિવ : “ કેલપ્પન કહે છે કે એને તો ઉપવાસ કરવા જ પડશે.” બાપુ: “ એમ હોય તો કલપન જે દાવો કરે છે કે મદિરમાં જનારાની વિશાળ બહુમતી એની પાછળ છે એ વસ્તુ વિષે મને શંકા આવે ખરી.”