પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૨૭૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

૨૬૮ મહારના કાર્યકર્તાઓ ઉપર આધાર ન રાખે સદાશિવ : “ મતગણતરી શી રીતે થાય ? ખેડૂતો તે જમીનદારોની વિરુદ્ધ મત નહીં આપે.” બાપુ : * ત્યારે આ બધા પ્રશ્નો ઉપવાસની વાત ઉપાડી ત્યાર પહેલાં મારી આગળ મૂકવા જોઈતા હતા. સદાશિવ : આ મંદિર દસ વરસ ઉપર એક મુખત્યારના હાથમાં હતું – કરજમાં ડૂબેલું હોવાને લીધે. ત્યારે મૅનેજર સાહેબ અને એને બટલર મંદિરમાં જઈ શકતા હતા.” બાપુ : “ જે લેાકમત સક્રિય રીતે આપણી તરફેણમાં ન હોય તો મંદિર ખૂલે નહીં અને ઉપવાસબુપવાસ કાંઈ કરાય નહીં. આવા ચારીછૂપીથી મદિરપ્રવેશના દાખલા મારી આગળ આપવાના શો ઉપયોગ ? ઝામારિને તો એવું ઘણુંયે સહન કરી લીધું હોય. તમે આ ચેરીછૂપીના દાખલા આપે છે. તેથી તે એ સાબિત થાય છે કે લોકો બીકણ છે. ઝામારિન પણ બીકણ માણસ લાગે છે. તેની સાથે મારા પત્રવ્યવહાર થયા છે તે ઉપરથી મારો મત એની વિરુદ્ધ બં ધા નથી.” સદાશિવ : “ કેલપ્પનને લાગે છે કે કેરલ એકલું આ લડત લડી શકશે નહીં. ” e બાપુ : “ જો ત્યાંના લેકમત તૈયાર ન હોય તો બહારનાં બળાનું કશું વળશે નહીં. ઝામારિનને તે ભૂલી જ જાએજે લોકમત તમારી તરફેણમાં હોય તો એ બિચારો તો તમારી સાથે આવશે જ. પણ તમે જે બહારના કાર્યકર્તા ઉપર આધાર રાખતા હો તો ભાંગેલી લાકડી ઉપર આધાર રાખે છે એમ સમજવું.” - એક જણે સૂચના કરી કે “તમે સરકારને લખાની કે તમે અમને છોડતા હો, સાથીઓને છોડતા હો, સારું રાજબંધારણ આપતા હો, તો મારે સવિનયભંગ કરવાની જરૂર ન રહે ?” એને બાપુએ લખ્યું : “તમારો કાગળ મળ્યો. વો દિન કહ કિ મિકે પૉઉમે જૂતી ?” એક ઍડવોકેટને પોતાની કુરૂપ પત્ની નથી ગમતી, તે લાંબા કાંગળા લખીને પૂછે છે, “મને રસ્તો બતાવો કે કેવી રીતે આ બધાથી છૂટવું ?” બાપુએ એને સૂચના આપી કે “ એની પર પ્રેમ કરવાને ધર્મ છે. કારણ તમે એને સગીર અવસ્થામાં નથી પરણ્યા.” એનો પા કાગળ આવ્યો કે “એ પ્રયત્ન કરવો એટલે વરસેનાં વરસે અમારે બંનેએ દુ:ખમય જીવન ગાળવું.” પાછું એને બાપુએ લખ્યું : “ ગીતાના શ્લોક યાદ કરે : “ છે વિમિત્ર પરિણામૃતવમમ્'.”