પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૨૭૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

રેટિયા ચાલવાને જ છે २१८ કેસરી’ના અધિપતિ સાથેની મહત્ત્વની મુલાકાત આપીને પાછા ફરતાં કહે : “ હું વિરાધીઓની આગળ જેટલી સ્પષ્ટતાથી મારા મત રજૂ કરી શકું છું, તેટલું પિતાના જ વિચારવાળા આગળ નથી બનતું.” - સાંજના ઢગલા કાગળા જોઈને કહે : “ હવે લંડનના જેવી સ્થિતિ થઈ ગઈ છે. કેટલાય કાગળ તો મારે વાંચ્યા વિના જ છાડવા પડવાના ! પણ શું થાય ? ” જ કાંચીના શંકરાચાર્યને માણસ- એડવોકેટ – હાથોહાથ કાગળ આપવાનો આગ્રહ કરે છે ! મહાભાજીનાં પવિત્ર દર્શન ૨૨-૨ _*રૂ ૨ લાભ પાંચ મિનિટ મળે એ લેભ પણ ખરા ! a Kરેટિયા ઉપરથી ગયેલી શ્રદ્ધા પાછી આવવાની જ છે. મારા બીજા કામમાં દોષ હોઈ શકે, પણ આમાં તો દોષને અવકાશ નથી એવી મારી માન્યતા છે. એ કામને સિદ્ધ થતાં વાર લાગે, તેથી મારા જેવાને અધીરાઈ આવનારી નથી. સત્યને સિદ્ધ થતાં કરોડ વર્ષ જાય એ સંભવે છે. તેથી સત્ય નથી અથવા સત્ય સિવાય બીજું કંઈ છે એમ મારું હૃદય કે મારી જિદ્ધા કદી નહીં કહે. રેટિ એ સત્યને અંશ છે તેથી જ એને હું સત્યરૂપ ભગવાનની એક મૂર્તિરૂપે એાળખું છું. અને રેંટિયાને પણ વ્યાપક અર્થ આપવા ઘટે છે.” સદાશિવરાવની સાથે : ૮૮ મંદિરમાં જનારાઓની રાજ સભા કરવી અને એમની પાસે જાહેરનામા ઉપર સહીઓ લેવી. એ જે ન બને તો કબૂલ કરે અને લખી મોકલે કે બહુમતી અમારી સાથે નથી. તો હું ઉપવાસની વાત છાડી દઈશ. ઉપવાસ કરો એ પૂરતું ઉપદ્રવકારી છે. અને સરિયામ રસ્તા ઉપર ઉપવાસ કરવામાં આવે એ વધારે મોટો ઉપદ્રવ થાય. હું પોલીસ ડાઉ' તો એને તરત પકડું. કેલપ્પનને કહેજો કે મંદિરના નજીક પણાને ઉપવાસના અસરકારકપણા સાથે કશો સંબંધ નથી.” - સતીશબાબુ અને હેમપ્રભાદેવી એક પૂજાપાત્ર જોડ' છે. હેમપ્રભાદેવીની ફરિયાદ એ છે કે સતીશબાબુ એમને ગીતા શીખવવામાં પૂરતો વખત નથી આપતા. સતીશબાબુ કહે છે કે જેણે પોતાનું જીવન ગીતામય કરી મૂકયું છે એને ગીતા શીખવવાની જરૂર શી? પોતાની સ્થિતિ વણવતાં બાપુને સતીશબાબુ કહે : “ વાત એ છે કે હવે એ પતિ છે અને હું સ્ત્રી છું ! '” બાપુ : “ આટલા જમાના થયાં પુરુષ પતિપણું બજાવતો આવ્યો અને સ્ત્રીની ઉપર સરદારી ભાગવી. તો હવે કેક પુરુષે તો સ્ત્રીને પતિ બનાવવી પડશે જ ના?”