પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૨૭૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

२७० બાપુની મમતા આ પછી એને પૂના કેમ ન લાવ્યા એ વિષે વાત ચાલી. સતીશબાપુએ પોતાની મુશ્કેલી, ખર્ચની મુશ્કેલી વગેરે વર્ણવ્યું. વળી ધર્મશાળામાં રહેવું, ત્યાં એકાંત ન હાય વગેરે વાત કરી. એટલે બાપુ કહે “હાસ્તો, આ બાબતમાં તો એ પતિના ભાગ ન ભજવી શકે. તે ફરી પત્ની જ થાય છે !” - આજે મળનારાંઓમાં અવંતિકાબહેન હતાં, . . . હતા. અવંતિકાબાઈના પ્રેમની નિશાની જુઓ: એમણે પોતાની સાથે લે લઈ લીધાં હતાં અને રસ્તે એને ગૂંથી હાર બનાવતાં બનાવતાં આવેલાં ! . . .એ મારી સાથે ઘણી વાતો કરી. એ બધી મે પ્રેમથી સાંભળી પણ મને એમ ન સૂઝયું કે એને પૂછું કે એ કયાં ઊતર્યા છે. મેં એમ માની લીધું કે એ દેવદાસની સાથે આવેલ હશે અને એની સાથે ઊતર્યો હશે. પણ બાપુ તો આશ્રમના બાપ એટલે એમની નજરમાંથી એવી વાત ન જ જાય ! એમણે વિગતવાર પૂછપરછ કરી. એમણે કહ્યું : “ખ્રિસ્તી સેવાસંધમાં ઊતરેલો.” કેમ ત્યાં ઊતરેલા ? ” શામરાવ આશ્રમમાં આવ્યા હતા અને પવાયત જોવા આવ્યા ત્યારે એમણે મને કહેલું કે પૃના આવે ત્યારે અમારે ત્યાં ઊતરજો.” બાપુ અમને કહે : “ આ વાત સાંભળીને હું ચોંકયો. મારા મનમાં થયું કે નારણદાસ આ બાબતમાં ચૂકડ્યા. આપણે ત્યાંથી , . . આવે અને એને ખ્રિસ્તી સેવાસંધ સિવાય બીજું કાઈ ઉતારનાર ન મળે એ કેવી દુઃખની વાત છે ? પછી કહે : “ અને . . . પણ કેવો? એ બિચારે નાની નાની બાબતમાં પણ નિયમ પાળનારા છે.” મેં એને પૂછયું, “ શું ખાધું ? ” એ બાપડો કહે : “ પાણી પીધું, પણ ખાધું નહીં. એ લોકો માંસમદિરા વાપરનારા હોય ત્યાં આપણે શી રીતે ખાઈ એ ? ” બાપુએ કહ્યું : “પણ એ લોકો દારૂ તો ન જ પીએ.” . . . કહે : “ પણ એમને ત્યાં મેં ઈંડાં જોયાં એટલે મને થયું કે માંસ પણ ખાતા હશે. એટલે પછી મેં કાંઈ ન ખાધું અને ચાલતા આવ્યા તે દોઢ કલાકે અહી પહોંચ્યા. એક વાર માંસ ખાનાર, મુડદાલ પણ ખાનાર . . . આમ નિયમોને વળગી રહે એ જાણીને બાપુને બહુ આનંદ થયો. પછી તે ટ્રેનમાં એને જગ્યા મળી હશે કે નહી, એણે કયાં ખાધું હશે, શું ખાધું હશે વગેરે બધી વિગતોની ચર્ચા કરી.