પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૨૭૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

માફી ચારે સાગવી, કયારે નહી ? ૨૭૧ સવારે સુપરિન્ટેન્ડન્ટ સાથે ગઈ કાલે દેવદાસને મુલાકાત ન આપવા વિષે વાતો થઈ. ૨ રૂ ? ?-'રૂ ૨ બાપુએ કહ્યું : “ મને બહુ ખોટું લાગ્યું.” પેલાએ સમજાવ્યું કે “ દેવદાસ ઉદ્ધત થયો હતો. ઉપવાસના દિવસેમાં મને અવિવેકી કહ્યો હતો. એટલે હવે મને એને કોઈ પણ જાતની છૂટ આપવાની વૃત્તિ જ નથી થતી. મેજર માટિન હોય તો એ એમ સાંખી નહી રડે અને એને જેલના દરવાજામાં પેસવા નહીં દેત. મારા હાથ નીચેના માણસોની આગળ મારું અપમાન કરેલું એ હું કેમ સાંખું ? ” - આ નાદાનીથી અમે તા આભા જ બન્યા ! પણ બાપુએ તરત કહ્યું કે ‘‘ દેવદાસને વાંક હશે તો માફી માગશે જ, નહી’ વાંક હશે તો માફી ન માગે અને આવવાનું જ બંધ કરશે.” એ પ્રમાણેના લાખો કાગળ દેવદાસને લખ્યા અને જણાવ્યું : “ આ કિસ્સો પૂરો ન થાય ત્યાં લગી તું આવવાનું માંડી વાળજે. એકબીજાને કાગળો લખીને સંતોષ વાળશું. મને મળવાની લાલચને વશ થઈ ને માફી માગવાપણું હાય નહી', અને માફી માગવાનો જ્યાં ધર્મા પેદા થાય ત્યાં માફી માગતાં લવલેશ પણ સકાચ કે શરમ ન થવાં જોઈએ. આવા નાના કિસ્સાઓમાંથી પણ આપણે તો પ્રેમધર્મ પાલન શીખવું છે.” ! 1 ઝીણી ઝીણી બાબતમાં પણ પોતે કેટલા ઊંડા ઊતરી શકે છે તેના નમૂન: હીરાલાલે ભંગીઓને પિશાક બદલવા વિષેની અનેક સૂચના કરી હતી અને જેલમાં ત્રણ વખત સ્નાન થાય છે અને કપડાં બદલાય છે એવી એક સપરિન્ટેન્ડન્ટની સાક્ષી ટાંકી હતી; અને રંગારાનાં કપડાં રંગારો બદલી નાખે છે તેમ આ લેકે પણ બદલી શકે એવી બાપુએ આપેલી ઉપમામાં સમાન ધમ અમુક અંશે જ છે એવી ટીકા કરી હતી. તેને બાપુએ : રંગારાનું દૃષ્ટાંત ચોટડુક બેસે એવું નહોતું એ મારા ધ્યાન બહાર નહી' હતું. પણ એ કામ પૂરતું હતું. જેલમાં અસ્પૃશ્યતાના નિકાલ થયેલ તમે ગણો છો એ બધા પુસ્તકિયે નિકાલ છે. તમે માનો છો એવું કશુંય થતું નથી. હું તો નજરે જોયેલી વાત કરું છું. અને જેલમાં શું કે બહાર શું, ખરી વાત તો એ છે કે હિંદુસ્તાનના ઘણા ભાગમાં અને ઘણામાં ઘણા વખત તો ભગીના પોશાક એટલે એક લગેટી. મેં પોતે તો ભ' ગીનું કામ લગભગ દોઢ વર્ષ સુધી અતૂટ કરેલું છે. હું તો મજૂરોનો જ પશાક પહેરીને એ કામ કરતે. આશ્રમમાં કુછ પહેરીને એ કામ નિપટાવવામાં