પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૨૭૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

२७२ હિંદુસ્તાનના જેવા ભગી કયાંય નથી આવે છે. રંગારી જેટલો મેલ થાય છે એટલે મેલ ભગીનું કામ કરનારને ચડતો જ નથી. એ શાસ્ત્રીય રીતે બધું સાફ કરે તે એને સારુ કેવળ મૃત્તિકાસ્નાન બસ છે, અને તમે તો કદાચ જાણતા પણ હશો કે સ્મૃતિધર્મ માં અને ઇસ્લામમાં મૃત્તિકા-સ્નાન એ પૂર્ણ સ્નાન છે. પણ એવા બીજા ધંધા છે કે જેમાં મૃત્તિકા-સ્નાન અથવા તો પાણી પણ પૂર્ણ નથી. સાબુ, જંતુનાશક દવા ઇત્યાદિની જરૂર સાફ થવાને સારુ રહે છે. એવું કામ ચમારનું છે, દાક્તરનું છે, રંગારીનું છે, કાલસાનું કામ કરનારનું છે. બીજા પણ ઘણા ધંધા એવા છે. ભગીની સફાઈ એ અસ્પૃશ્યતાનિવારણમાં અલ્પ સ્થાન રાખે છે. આ બધું ઊંડા ઊતરીને વિચારી જજો. પ્રમાણ ન ભૂલવું જોઈએ.' વધારે ચર્ચાવું હોય તો મારી પાસે આવી જજો.”

  • ક્રોનિકલ’ની એક નોંધ ઉપર ટીકા કરતાં હીરાલાલે કહ્યું: ભગીઓને સ્વચ્છ રાખવા વિષે અહિંદુની પણ સરખી જ જવાબદારી છે. એ વિષે : | ** “દૈનિકલ’ની નોંધ મને અાપ્ય નથી લાગી. અત્યારે ભગી ગમે તેનું કામ કરે છે, પણ જે હિંદુધમીએ ભગીને અપનાવ્યું હોત તો એની આજે જે સ્થિતિ છે તે કદી હાત નહીં. યુરોપના ભંગી કે દુનિયાના ગમે તે બીજા ભાગના ભગીની સ્થિતિ બીજા મજૂરોના કરતાં લવશ પણ ઊતરતી નથી. એએને સારુ નથી ખાસ વાડા, કે નથી ખાસ પોશાક. ભંગી જેવી કોઈ જ્ઞાતિ જ હિંદુસ્તાનની બહાર જાણમાં નથી.”

સરલાબહેન, શારદાબહેન, વિદ્યાબહેન અને નંદુબહેન આવ્યાં. આંબેડકર કેમ સહભાજન નથી માગતા એ સમજાવ્યું. * અતિથિયજ્ઞ ' કરો પણ અસ્પૃશ્યતાને ફડચા કરીએ છીએ એમ માનીને ન કરો. જેના નાકમાંથી લીટ નીકળતી હોય, ગદાં કપડાં હોય, મેં ગંધાતું હોય તેવાની સાથે જમવામાં તો કાંઈ સાર જ નથી. કામ કરનારાઓએ પ્રીતિભોજનમાં ભાગ ન લેવા – ખાનગી જીવનમાં તો જરૂર બોલાવી શકાય. પણ એને પ્રચાર નાતાને છ એડવા નથી કરવાના. e મંદિર વિષે મતગણતરી કરાવવી અને પછી અસહકાર કરાવવા. જેનામાં નૈતિક બળ નથી તેનામાં ઉપવાસ બળ આણશે. ઉપવાસ કરનાર ભલે પિલાશે, પણ સાચી રીતે “ દેખનારા દાઝે જોને’ એ સ્થિતિ થશે. મિસિસ કઝિન્સ આવી ગયાં. છનિવાની મીટિંગની વાત કરી. “ બધા સાધનહીન ગરીબ માણસે છે એટલે વધારે તો શું કરે ?” બાપુ કહે : “ ગરીબ છે માટે તો વધારે સારા.' સ્ત્રીએ ગુરુવાયુર માટે શું કરે એ પૂછવા આવ્યાં હતાં.