પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૨૭૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

ર૭૪ મિત્રતા નક્કર વસ્તુ છે were with the majority. No one knew of your mental reservations. At least you could have let me know your mind for my guidance, knowing as you did my regard for your opinions. Truth was hurt by your silence when it did not mean consent. Friendship is hard stuff. It must be capable of standing knock-out blows. Next time please do not spare me. You will serve the cause and me by speaking out straight. "I think Radhakant was right in drawing my attention to the mine on which he thought I was standing. "All this is however for you only. I shall respect your wish by making no use of your letter which is being destroyed. With love, yours, M. K. G. " “પ્રિય મિત્ર, ૮૮ તમારા કાગળથી મને આઘાત લાગ્યો છે. તમે મુંબઈ છોડતાં મારી ઉપર જે કાગળ લખેલે તેથી તે મારા ઉપર એવી છાપ પડેલી કે મારાં બધાં કામા અને વિચારો સાથે તમે પૂરેપૂરા સંમત છે. મને લાગે છે કે તમે લોકોને પણ એમ માનવા દીધું કે તમે બહુમતીની સાથે છે. તમે મનમાં જે વિરોધ સેવતા હતા તેની કોઈને ખબર નહોતી. કાંઈ નહીં તો મારા માર્ગદર્શનની ખાતર તમારા વિચારે તમારે મને જણાવવા જોઈતા હતા. તમારા અભિપ્રાય માટે હું કેટલું માન રાખું છું એ તમે જાણો છો. તમારું મૌન સંમતિનું સૂચક નહોતું એટલે સત્યને આઘાત પહોંચે છે. મિત્રતા તો નક્કર વસ્તુ છે. સખત આઘાત ખમી શકે એવી તે હોવી જોઈ એ. હવેથી મને બચાવી લેવાનો વિચાર ન કરતા. સીધેસીધું કહી દેવાથી જ તમે કામને અને મને મદદ કરી શકશે. | * સુરંગ ઉપર હું ઊભેલો છું એમ કહી રાધાકાન્ત મને ચેતવ્યા હતા. હું ધારું છું કે તેની વાત ખરી હતી. 6 પણ આ બધું હું તમારે માટે જ લખું છું. તમારા કાગળને કશે ઉપગ નહીં કરવાની તમારી ઈચ્છાને હું માન આપીશ. એ કાગળ હું ફાડી નાખું છું. નેહાધીન માત્ર કે ગાંધી