પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૨૮૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

૨૭૮ હિંદુમુસલમાન ઐક્યનાં સ્મારકા not meet each other; but that does not, ought not to, matter. For I feel the presence of his spirit without needing the nearness of the body. Spiritual kinship can never be destroyed. Spiritual nearness can never be sundered. You say you are all trying hard not to forget the power of prayer. We can only do so at our peril." ૬. . . એ તો સાચે જ ઉડાઉ છે. જ્યાં ત્યાં એનો પ્રેમ પાથરે છે અને મોટી ઉંમરના માણસોનાં દિલ એમનો દીકરો બનીને જીતી લે છે. અલબત્ત તમે એટલું તો જાણતાં હશે કે જોકે એ હિંદુસ્તાનમાં છે છતાં અમે એકબીજાને બહુ મળી શકતા નથી. પણ તેથી શું ? એનું શરીર પાસે ન હોવા છતાં એના આત્માની હાજરી હું અનુભવી શકું છું. આધ્યાત્મિક સંબંધ તૂટી શકતો નથી. આધ્યાત્મિક સાંનિધ્યમાં અંતર પાડી શકાતું નથી. તમે લખે છે કે તમે બધાં પ્રાર્થનાની શક્તિ ન ભૂલવાને ખૂબ પ્રયત્ન કરી છે. એ ભૂલીએ તો તે ભાગ જ મળે ના ? " નટરાજન જેવા સ્વચ્છ હિંદુ-મુસલમાન-ઐથવાંછુ બહુ ઓછી હશે. પોતાના કાગળમાં આગ્રાની એક મુલાકાતનું ચિત્ર આપે છે: ૨૬–? –રૂ ૨ 6 અમે ગઈ કાલનો દિવસ આગ્રામાં ગાળ્યો. અકબરના મકબરે જોઈ મારા ઉપર બહુ અસર થઈ. બીજા મકબરામાં ખૂબ જ કાતરકામ હોય છે તેને મુકાબલે આ તદ્દન સાદી પણ ભવ્ય ઇમારત ગણાય. મૂક પ્રાર્થના કરવાની મને લાગણી થઈ આવી કે ઈતિહાસમાં થઈ ગયેલા આપણા પહેલા મહાન રાષ્ટ્રવધાયકને આમાં અત્યારે આપણું માર્ગદર્શન કરશે. રાનડેએ એક વાર કહ્યું છે કે આપણા દેશમાં બ્રિટિશ આવ્યા તે પહેલાં હિંદુમુસ્લિમ એકતાનું કાર્ય ઠીક ઠીક થઈ ચૂકયું હતું. આ મહાન ઈમારતા ન જોઈ એ ત્યાં સુધી એનો ખ્યાલ આવે નહીં'. આગ્રાના કિલ્લાના મધ્ય ભાગમાં હિંદુ રાણીનો મહેલ છે અને તેમાં એનું મંદિર છે. અમારા મુસલમાન ભોમિયા જે બીજા મહેલમાં અમારી આગળ આગળ ચાલતા હતા તે અહીં બાજુએ ઊભો રહી ગયું અને અમને અંદર જવા ઈશારો કર્યો. એકબીજાની ધાર્મિક લાગણીઓ પ્રત્યેના પરસ્પર આદરથી પુષ્ટ થયેલી ગાઢ સાંસ્કારિક અને સામાજિક એકતાનાં તથા સંગીત, સ્થાપત્ય તથા બીજી લલિત કળાઓમાં થયેલાં સુભગ મિશ્રણનાં આ સ્મારકામાં આપણને દાન થાય છે. એક વાર જે થઈ ગયું છે તે ફરી પાછું થશે જ.