પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૨૮૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

२८० શુદ્ધ મતગણતરી કરવાની રીત રામની મેનન, સનાતની સભાની ગુરુવાયુર શાખા તરફથી લખે છે કે “ તમે કેમ જાણ્યું કે લોકમત તમારી સાથે છે ? અમારી સાથે છે.” e એને લખ્યું : "There should be no difficulty in getting an accurate referendum as to the wishes of the temple-goers. The reformers assure me with as much firmness that popular opinion is in their favour, as you assure me that it is against temple entry. I suggest referees being appointed by either party and an honest referendum taken without any undue pressure being exercised on either side. The question on which vote is to be taken should be properly framed and explained to the voters. There need be no heat imported into what is a purely religious matter."

    • મંદિરમાં જનારાઓની ચોકકસ મતગણતરી કરવામાં કશી મુશ્કેલી ની હોવી જોઈએ. તમે જેટલી દૃઢતાથી કહો છો કે લોકમત મંદિર પ્રવેશની વિરુદ્ધ છે, તેટલી જ દઢતાથી સુધારકે મને ખાતરી આપે છે કે લોકમત તેમની તરફેણમાં છે. હું સૂચવું છું કે બન્ને પક્ષ પોતાનો એક એક પ્રતિનિધિ ચુંટે અને એકેકે પક્ષ તરફથી ગેરવાજબી દબાણ લાવ્યા વિના પ્રમાણિક મતગણતરી કરવામાં આવે. જે મુદ્દા ઉપર મત લેવાના છે, એ મુદ્દો સ્પષ્ટ નકકી કરવામાં આવે અને મતદારાને એની સમજ આપવામાં આવે. આ શુદ્ધ ધાર્મિક બાબત છે, તેમાં જરા પણ ગરમાગરમીને સ્થાન ન હોય.”

જયસુખલાલ, મથુરાદાસ વિસનજી, વગેરે આવ્યા. નાનાભાઈ અને પરીક્ષિતલાલ પણ આવ્યા. . . .ની બરાબર ખબર રાખવાની, તેને ઠપકો આપવાની અને ન સમજે તે તેના છાપાને મદદ બંધ કરવાની સલાહ આપી. અંત્યજોનું સારું વસ્તીપત્રક તૈયાર કરવાની સૂચના કરી. તેમના શિક્ષણની વ્યવસ્થા કરવાનું કહ્યું. અસ્પૃશ્ય બાઈ એ ભયંકર ગંધાય છે, એની પાસે બેસવું અશકન્ય થઈ પડે છે, એની તજવીજ કરવી, અને બરાબર જાણી લેવું. a દક્ષિણ આફ્રિકામાં આપણું નામ લસણડુંગળી ( ‘garlic and onion' ) પડેલું છે. અસ્પૃશ્ય વિદ્યાથીઓની શિષ્યવૃત્તિ માટે અરજી આવે છે તે આપી શકાય ? એ સવાલના જવાબમાં : ** એને કહેવાય કે તું કાંઈ સેવા આપવાનો છે કે નહીં ? આપણે એ લોકોમાંથી અંત્યજ સેવકો ઊભા કરવા છે માટે એની સાથે આ શરત કરવાની જરૂર રહે છે. જ્યાં આવશ્યક હોય ત્યાં