પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૨૮૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

ર૮ર ઉપવાસીને નહીં, પણ ન્યાયને સાથ આપે પણ રાષ્ટ્ર ઈશ્વરનું છે અને ઈશ્વર જે આ શરીરનો એવો ઉપચાર કરવા ઇચ્છતા હોય તો તેને વિરોધ કેમ થઈ શકે ? ” e રતલામથી પાંચ સાત જણની સહીથી બાર સવાલવાળા એક કાગળ આવ્યો, તેને બાપુએ વિગતથી જવાબ અપાવ્યા : ૧. મહાન ચીજોના દુરુપયોગ અનાદિકાળથી થતા આવ્યા છે, અને થયાં કરશે. તેથી તેનો ત્યાગ ન કરાય. ધર્મને નામે જેટલું ધતિંગ આ જગતમાં થયું છે તેટલું બીજી કોઈ વસ્તુનું નહીં થતું હોય. એમ છતાં જો ધર્મનો ત્યાગ કરીએ તો જગતનો ક્ષય થાય. | ૨. શ્રી કેલપ્પનની ભૂલ નજીવી હતી, દૂર કરી શકાય એવી હતી, તે દૂર થઈ. ઉપવાસ ઉપવાસરૂપે જે ત્યાજ્ય હોત તો મારાથી તેને સાથ ન જ આપી શકાત. એણે ભૂલનું પ્રાયશ્ચિત્ત સોએ સો ટકા કર્યું, તેથી સાથી તરીકે તેમ જ એ વસ્તુના ઉતપાદક તરીકે તેને સાથ દેવાનો મારો સ્પષ્ટ ધર્મ હતો. ૩. ઝામોરિનનો ધર્મ નથી મને સાથ દેવાનો કે નથી સનાતની ઉપવાસીઓને સાથ દેવાના. તેને સ્પષ્ટ ધર્મ કેવળ ન્યાયને સાથ દેવાને છે. બે જણ સામસામે ઉપવાસ કરતા હોય છતાં બંનેના ઉપવાસ ન્યાય વિરુદ્ધ હોઈ શકે છે. અને એમ હોય ત્યારે સત્યમ અને અહિંસાધર્મ એમ શીખવે છે કે બંને ઉપવાસીઓને મરવા દેવા, પણ ન્યાય જ તાળા. જન્મમરણના કર્તા આપણે નથી. એ બંને વસ્તુ ઈશ્વરને હાથ છે. ઉપવાસ કરતાં છતાં માણસે બચી ગયા છે, અને ઉપવાસ નહીં કરનારા છાને અનેક કારણોથી મરતા આપણે પ્રતિક્ષણ જોઈ એ છીએ. ૪. મારા વ્યક્તિત્વની અસર પડે જ એનું મને ભાન છે. પણ તેથી હું ધર્મને કેમ છાડુ' ? અને મારા વ્યકિતત્વની અસરને વશ થઈને પણ કોઈ અસ્પૃશ્યતાનો ત્યાગ કરશે તો એ કાંઈ અધર્માચરણ તો નહીં જ ગણાય. - પ. મારી પાસે સત્યના ત્યાગ કરાવવા એક અબજ માણસે ઉપવાસ કરવા માંડે તે મારા હૃદયને પથ્થર જેવું કઠણ રાખીને સત્યનો ત્યાગ ન કરું એવી પ્રાર્થના ઈશ્વર પાસે કરું છું અને એવી આશા પણ રાખું છું. આ બધા વિચાર કરતાં એક વાત ન ભુલાવી જોઈ એ. અન્યાયને ચલાવવા સારુ ઘણા માણસો ઉપવાસ દ્વારા મરી જનારા નહીં નીકળી પડે. ખરું જોતાં ન્યાયની પાછળ મરનારા પણ બહુ નીકળવાનો સંભવ ઓછો છે. ' en ૬. એક કરોડ માણસ આમપ્રેરણાનું નામ લઈને કામ કરે. પણ એ જુઠ્ઠા અથવા મૂરખ હોઈ શકે; અને એક માણસને ખરેખરી આત્મપ્રેરણા થઈ હોય તો એણે બિચારાએ શું કરવું ? બીજાએ આભૂપ્રેરણાના