પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૨૮૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

ઉપવાસનો એક માત્ર અચાવ ૨૮૫ આવ્યા છે. મે એવી સૂચના કરી છે કે મંદિરના દસ માઈલના વિસ્તારની અંદર રહેનારા સવર્ણ હિંદુઓની મતગણતરી પંચની સમક્ષ કરવામાં આવે. એક પંચ સુધારકા તરફથી અને એક સનાતનીઓ તરફથી નિમાયેલા હોય. જરૂર પડે તો એક સરપંચ પણ રાખવામાં આવે. આ ગૃહસ્થા મત આપવાના કામ ઉપર બરાબર દેખરેખ રાખે જેથી ગેરવાજબી દબાણ ન વાપરવામાં આવે, કાઈ ખોટે નામે મત ન આપે અથવા તો બીજી કોઈ જાતનો દગો ન થાય. મારે માટે તો આ શુદ્ધ ધાર્મિક પ્રશ્ન છે એટલે સુધારકાના કામમાં કાંઈ દગા જણાય તો મારું તો કાળો કપાઈ જાય. સનાતનીઓ આ વસ્તુની કદર કરે અને આમાં અંતઃકરણપૂર્વક ભાગ લે એમ હું ઈછું. મારી ખાતરી છે કે જે માટે લોકમત હરિજનનાં મંદિરપ્રવેશની તરફેણમાં હોય તો તેઓ વિરોધ કરવાનું નહીં Uછે. આવી મતગણતરીને પરિણામે જે એમ માલૂમ પડે કે મારી માહિતી ખેતી હતી તો હું કેલપ્પનને જરાયે અચકાયા વિના સલાહ આપું કે તે ઉપવાસ મુલતવી રાખે અને ગુરૂવાયુરનું મંદિર હરિજનો માટે ખુલ્લુ મૂકવા લાકમત કેળવે. મારા ઉપવાસનો એકમાત્ર બચાવ એ જ છે કે મંદિરની નજદીકમાં વસતા બહુ લકે હરિજનાના મંદિર પ્રવેશની તરફેણમાં છે.” ડૉ. નવલે નામના એક અતિશય સાહસિક માણસ મળવા આવી ગયા. ગરીબીમાંથી એ માણસે વધીને પ્રેસ કર્યું અને આજે અસ્પૃસ્યાની યથામતિ સેવા કરે છે. એને મોંટેગ્યુએ “ The nost pushing unan in India’ ‘હિંદુસ્તાનમાં સૌથી વધારે ધુસણિયા માણસ' કહેલા. એને એણે ભારે સર્ટિફિકેટ માન્યું અને બાપુની આગળ વાત કહી સંભળાવી ! મહાત્મા ફૂલે નામના માળી જેણે સાઠ વર્ષ ઉપર અસ્પૃસ્યાને માટે પહેલી શાળા કાઢી અને અસ્પૃશ્યને જ પોતાની બધી સેવા અર્પણ કરી એની પણ વાત કરી. પૂનામાં બ્રાહ્મણના અને બ્રાહ્મણોના ઝઘડાનાં મૂળ કેટલાં ઊડાં છે એ એ માણસ પાસે અને મહાત્મા ફલેના જીવનચરિત્રમાંથી જાણવાનું મળે છે. ડો. નવલે બની બેઠેલા ડૉક્ટર છે, પણ મહા સાસિક છે. પોતાની આત્મકથા ‘ પ્રયત્નાતે પરમેશ્વર ' નામની લખી છે અને તે અ ગ્રેજીમાં લખાવીને અમેરિકામાં છપાવવાના છે ! ઉમિલાદેવી મલબાર જવાને બાપુની પાસે વિદાય લઈ ગયાં. બાપુએ એની આગળ મલબારનાં માણસાનાં શબ્દચિત્ર આપ્યાં, પુલયા, નાયાડીનાં જીવનચરિત્રા ખડાં કર્યા', અને પછી God be with you --- ભગવાન તમને સહાય થાઓ કહીને પીઢ થાબડી ! એની આંખમાં આંસુ આવી ગયાં.