પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૨૮૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

२८१ માંદા પણ સેવા કરી શકે ગઈ રાત્રે નવમું નિવેદન લખાવ્યું. એમાં અનેક ટીકાઓને જવાબ આવી જાય છે અને બહુ મહત્ત્વનું નિવેદન બને છે. ‘ ગાર્ડિયન'માં બાપુની અસ્પૃશ્યતા પ્રવૃત્તિ અને ઉપવાસ વિષે બહુ સુંદર લેખ છે- તેમ જ મદ્રાસના ‘હિંદુ ધર્મ'માં. ચિંતામણરાવ વૈદ્ય કહે છે કે અસ્પૃશ્યતા બૌદ્ધ ધર્મના અસ્ત પછી દાખલ થઈ, અને એનું મૂળ અહિંસા છે. જે પશુ મારનારા અને કાપનારા હતા તે અસ્પૃશ્ય થઈ ગયા ! આને માટે કશે પુરાવા નથી લાગતા. અને ક્ષત્રિયમાત્ર તો સ્પૃસ્ય જ રહ્યા છે તેનું શું ? સનાતનીઓને એ સલાહ આપે છે કે દેવલની સ્મૃતિને આધાર લઈને એમણે અસ્પૃસ્યાને મંદિરમાં પ્રવેશ કરવા દેવા ! કેટલાક સાક્ષરોને ગળે પુસ્તકાધારનો એવો મોટા પહાણા બંધાય છે કે એનાથી છૂટથી આગળ વધતું જ નથી ! માંદાઓને કેવા કાગળ લખે છે એના નમૂના : ડાહ્યાભાઈ ને લખ્યું : કાલે હું લખી ગયા કે માંદા પણ સેવા કરી શકે. તે આમ. મળેલી શાંતિનો ઉપયોગ ભગવાનનું ચિંતન કરીને કરે, પોતાના ક્રોધને, પેાતાની અધીરાઈને રિાકીને સેવા કરનારાઓમાં પ્રેમ ફેલાવે ને કરે. એક પશ્ચિમનું ને એક અહીંનું ઉદાહરણ મારી પાસે છે. ક્રાંસની એક અઢાર વર્ષ ની બાળાએ પોતાની મરણતોલ માંદગીમાં પોતાની સુવાસ એટલી ફેલાવી કે હવે તેને “ સન્ત 'ની પદવી મળી છે. એણે તો અખંડ નિકા સેવી. પોરબંદર પાસે બિલખાના લાધા મહારાજને કાઢ થયા હતા. એ બિલખાના શિવાલયમાં આસનબદ્ધ થઈ ને બેઠા. નિત્ય રામનામ જપે, રામાયણ પઢે. છેવટે રોગમુક્ત થયા ને પ્રખ્યાત કથાકાર થયા. તેમને મેં જોયેલા હતા અને કથા સાંભળી હતી. K* જે ઈશ્વરભક્ત છે તે તો દર્દનાયે સદુપયેાગ કરી શકે છે. દરદથી હારતા નથી.” કુસુમને :

  • દરદીઓ સેવા લે છે અને સેવા નથી કરી શકતા તેની હાયવોય કરે છે. આ માટી ભૂલ છે. દરદી શુદ્ધ વિચારથી સેવા કરે છે. ઓછામાં ઓછી સેવા લઈ, સેવા કરનારને પ્રેમથી નવરાવીને સેવા કરે છે, પોતે પ્રફુલ્લિત રહીને પણ સેવા કરે છે. ભગવાનનું શુદ્ધ ચિંતવન સેવા જ છે એ આપણે કદી ન ભૂલીએ.”