પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૨૯૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

ર૮૮ મહ’મદ પયગમ્બ૨નું ચકીન આશ્ચર્યની વાત છે. ઝીણામાં ઝીણું સૂતર તકલી ઉપર જ પૂર્વે થતું. એ તકલી વાંસની રહેતી. આજે માસમાં જોઈનું બહુ ઝીણું સૂતર બ્રાહ્મણો તકલી પર જ કાંતે છે. રેટિયો બનાવવામાં સમય જાય પણ તકલી તો જ્યાં બનાવવી હોય ત્યાં બનાવી શકાય. તેને બગડવાપણું નથી, અવાજ કરવાપણું નથી. એવા સાવ સંભવ છે કે અનેક તકલી રેટિયાને હરાવે. આપણે તો એમાંથી એકેની હાર નથી ઈચ્છતા. બન્ને ઉપર સરખે ને સારા કાબૂ મેળવવા ઈચ્છીએ.” હરિભાઉ ફાટકની સાથે વાતો કરતાં : “ ખાવાપીવાની સાથે અને વિવાહની સાથે વણને કશા જ સંબંધ નથી. મેં શાસ્ત્રોના અભ્યાસ કર્યો નથી, પણ શાસ્ત્રાના ગર્ભમાં શું રહેલું છે એ મને ઊગી ગયું, તે મેં કથારનું પ્રગટ કર્યું છે. અને જોઉં છું કે શાસ્ત્રવચન મારાં વચનાને પૂરેપૂરી પુષ્ટિ આપે છે. એનું કારણ નથી સમજતે; સંભવ છે કે એ પૂર્વ જન્મના સંસ્કાર હોય. પણ શાસ્ત્રના અભ્યાસ વિના મને એ વસ્તુ સમજાઈ ગઈ છે. e & અસ્પૃશ્યતાનિવારણનું કામ કરી તે પૂરી ધગશથી કરી. મહું મદ પયગંબરના જેવી ધગરાથી અને એના જેવા યકીનથી. અબુબકર કહે : * આપણે બે જણા છીએ અને આપણે તો શત્રુઓ કચ્ચરઘાણ વાળશે.' એટલે પયગંબર સાહેબ કહે : “ મૂરખ, આપણે બે નથી, ત્રણ છીએ. ખુદા આપણી સાથે છે.’ બન્યું એવું કે તેની પાછળ લાગેલા માણસો ત્યાંથી પસાર થયા ત્યારે ગુફા ઉપર કરોળિયાએ જાળાં કરેલાં હતાં કે કીડીઓ ફરતી હતી એટલે પેલા બોલ્યા : 'અડી કાઈ હોઈ શકે નહીં.' મહમદે આ શબ્દો સાંભળ્યા અને કહ્યું : “ જે, ખુદા ત્યાં ગુફા આગળ ઊભા છે કે નહીં' ? ” એ માણસની શ્રદ્ધાની તે બરાબરી થઈ જ ન શકે. અને આ વાત તો તેરસે વર્ષ ઉપર બનેલી ઐતિહાસિક છે. કૃષ્ણ વિષે અને બીજા વિષે ઘણુંયે વાંચીએ છીએ, પણ તે બધું પૌરાણિક કાળનું છે, જયારે આ તો એતિહાસિક કાળની વાત છે. ‘‘ મૂર્તિ પૂજામાં ન માનનારા તમે, દેવાલય ખૂલશે એટલે મૂર્તિમાં ભગવાન દેખાશે એમ શી રીતે અસ્પૃસ્યાને લખી ૨૬-૨ - રૂ ૨ શકે ? ' એ મ મિસ મેરી બારે પૂછેલું. એને જવાબ e મા જ હતા. એના પાછા કાગળ આવ્યા : * અમને તો એ સમજાતું નહોતું કે તમે એમ કેમ કહી શકે કે ઈશ્વરને વાસ સાધારણ પથ્થરમાં છે તેના કરતાં મૂર્તિ માં વિશેષરૂપે છે ?