પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૨૯૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

સારા થવાનો સંકલ્પ કરો અને પ્રાર્થના કરી રહ૧ મંદિરની અપવિત્રતાને સવાલ ઘણા ઉઠાવે છે. તેમાંના એકને લખ્યું : "There is no institution but has some evil attaching to it. But my opinion is that in spite of the undeniable evil attaching to the temples, the millions who visit them are unaffected by the evil and derive the comfort they need from them." ‘ કોઈ સંસ્થા એવી નથી કે જેમાં કાંઈ ને કોઈ અનિષ્ટ ન પેઠેલું હાય. પણ મારો મત એ છે કે મંદિરમાં ઇનકાર ન કરી શકાય એવાં આટલાં અનિષ્ટો હોવા છતાં, તેમાં જે કરડે માણસે જાય છે તેમના ઉપર એ અનિષ્ટની કશી અસર થતી નથી અને તેમને તો પેાતાને જોઈતું આશ્વાસન એ મંદિરમાંથી મળી રહે છે.” એક બંગાળી યુવક લખે છે : “ હું પાપમાં ડૂબેલે છું, સ્ત્રીઓને જોઈને મને વિષયેચ્છા જાગ્રત થાય છે, ચેરી પશુ કરું છું. મને ઉગારો.” એને લખ્યું : "You should make a fixed resolution to be good. Always pray to God to make you good and you will be good." | ‘તમે સારા થવાનો દઢ સંકલ્પ કરો. તમને સારા બનાવવાની ભગવાનને સદા પ્રાર્થના કરી, એટલે તમે સારા થશે.” _ વસંતરામ શાસ્ત્રી ઝેર વરસાવી રહ્યો છે. એણે ‘સાડીનાં સાઠ સૂત્ર’ કરીને બાપુના લેખમાંથી કહેવાતા ઉતારા આપી બાપુને ઉતારી પાડવાને નીચે પ્રયત્ન કર્યો છે. તેને વિષે ફરિયાદ પણ આવી છે. તેને બાપુએ એક પત્ત લખ્યું :

  • તમારી પત્રિકા મને કેાઈ એ મોકલી છે. તે થોડી વાંચી. આટલું અસત્ય તમે લખી શકે એવી મેં સ્વપ્નામાંયે આશા નહોતી રાખી. મને તે તેથી નુકસાન ન થાય. પણ વૈષ્ણવ ધર્મનું શું ? ”

એક સિંધી ડૉકટરે લખ્યું : “ આત્મસમર્પણ શી રીતે થાય? મારે દવાઓ ઘણી ગુપ્ત રાખવી પડે છે, અને ગુપ્ત ન રાખું તો મારી કમાણી જાય છે.” એને લખાવ્યું : "We must differ as to the interpretation of the Gita. You cannot keep your cake and eat it at the same time. Gita or no Gita, if you must have secret remedies not for the benefit of humanity but for your own pocket, there is no surrender to God, or reducing yourself to zero. Look at the bhangis, how they eke out their living by doing unclean work of the community. If you will reduce your