પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૨૯૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

२५२ ઈશ્વરા૫ણુનો અર્થ self to nothing you have to do voluntarily and joyously the kind of service that the bhangis do and at the same time give the poor and the afflicted the benefit of your medical knowledge free of charge. Do not call this impractical because many have been able to do it successfully." | ** ગીતાને અર્થે કરવામાં આપણી વચ્ચે મતભેદ છે. લાડુ આખા ને આખા રહે અને ખવાય પણ ખરા એ બેય ન બને. પણ ગીતાની વાત જવા દો. તમારે જે લોકોના ભલા માટે નહીં, પણ તમને પૈસા મળે એ માટે તમારા ઉપચારાની ગુપ્તતા રાખવી હોય તો એમાં કશું ઈશ્વરાર્પણ નથી, તેમ પોતાની જાતને શુન્ય બનાવવાપણું યે નથી. ભંગીઓની જ વાત કરીએ. સમાજને માટે ગંદુ કામ કરીને તેઓ પોતાની રાજી મેળવે છે. તમારે જે શૂન્ય થઈ જવું હોય તે સ્વેચ્છાથી અને આનંદપૂર્વક જે જાતનું કામ ભંગીએ કરે છે તે જાતનું કામ કરવું જોઈએ અને સાથેસાથે તમારા દાક્તરી જ્ઞાનના લાભ ગરીબ અને રોગીઓને મફત આપવા જોઈએ. આ વસ્તુને અવ્યવહારુ માનશે નહીં, કેટલાય લેકાએ સફળતાપૂર્વક આવું કરેલું છે.” આજે મુલાકાત લેનારાઓમાં વિચિત્ર વિચિત્ર માણસો આવ્યા. ધારવાડથી બસપાના બે શિષ્યા આવ્યા,- ત્રિપુ' અને ત્રિશૂળધારી, જેમાં એક તો મ્યુનિસિપલ શાળાના મુખ્ય શિક્ષક હતો. ખાનગી સંદેશો આપ્યો : ** મારા ગુરુ મારી પ્રત્યક્ષ થાય છે, દર્શન આપે છે, સંદેશ આપે છે. એને સંદેશો આવ્યું છે કે મને એમણે જે રુદ્રાક્ષ અને ઇષ્ટલિંગમ આપ્યાં છે તે તમને આપવાં, તો તમને આ કામમાં સફળતા મળશે.” બાપુએ પ્રત્યક્ષ થવા વિષે થોડી વાતો કરી. પછી કહ્યું : “ એ લેવાને માટે હું તૈયાર છું. પણ લેવાં એટલે મારે એ પહેરવાં જોઈ એ એમ ના ?” પેલા કુડે : ** હા.” બાપુ કહે : “ મારાથી એ ન બની શકે. એક કાળ હતો જ્યારે હું રુદ્રાક્ષની માળા પહેરતા હતા, પણ હવે નથી પહેરતા. અને આ પહેરવા વિષે મને ઈશ્વરનો આદેશ ન મળે ત્યાં સુધી હું એ કેમ પહેરી શકું ?” પેલા માણસ સમજી ગયા અને કહ્યું કે “ બરાબર છે, હું મારા ગુરુને જણાવીશ. પણ તમને એવો સંદેશ મળે તો ? ” બાપુ : “ તો જરૂર પહેરીશ.” કેટવાના તાલુકદાર જગન્નાથ – એક ગભરુ છોકરો- અસ્પૃશ્યતાના કામમાં તાલુકદાર શા ફાળા આપી શકે એ વિષે સલાહ લેવા આવ્યા