પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૨૯૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

અહિંદુએ કેટલુ કામ કરી શકે ? હતા. શાળા, કુવા, મંદિરો વગેરે ખાલી દેવાં, અને એ લોકોમાં ખૂબ ભળવું, વગેરેની બાપુએ સલાહ આપી. આ કામથી એ એટલો ખુશ હતો કે કહ્યું : ft મહાત્માજી, આ કામને લીધે લોકોની જાનમાં જાન આવી ગઈ છે. અમે એક મંડળ સ્થાપ્યું છે એમાં કાલાકાંકર છે, રાઘવેન્દ્ર છે અને અમે એ જ કામ કરવાના છીએ. પાછા મળવા આવશું. હમણાં બારાબાંકી રહું છું. ત્યાં તમામ મદિરો ખૂલી ગયાં છે.” સુંદર યુવક લાગે. પછી નરગીસબહેન અને શીરીનબહેન આવ્યાં. એ ખૂબ કામ કરી રહ્યાં છે. હિંગણેમાં બે અસ્પૃશ્ય છોકરીઓને રખાવી આવ્યાં. ત્રાવણકારની રાણી પાસે સ્ત્રીઓનું ડેપ્યુટેશન લઈ જવાની તજવીજ કરી રહ્યાં છે, સહીઓ કરાવે છે, અહિંદુઓ કેટલું કામ કરી શકે તેના જવાબમાં બાપુએ કહ્યું : “ To the extent that untouchable organiza - tions need it.-અસ્પૃશ્યતાનિવારણની સંસ્થાઓને જરૂર હોય તેટલું. એ સૂત્ર તમને ગમશે ના ? ” આ પછી પ્રા. દાંડેકર અને બીજા કેટલાક પંઢરપુરના મંદિર વિષે વાતો કરવા આવ્યા. પંઢરપુરના મંદિરનું ચિત્ર – વર્ષમાં બે પખવાડિયાં ચોવીસ કલાક ખુલ્લાં દર્શન, કલાકે બારસો દર્શનાથીઓની પડાપડી, પાસવાળા, સ્ત્રીઓ, વાળ વગરની હિંદુ વિધવાઓ, બડ અને પોલીસના પહેરા, અને મૂર્તાિઓ ઉપર માથું ટેકવી રાખનારાઓને બાવડું પકડી ઍ ચવાની પદ્ધતિ. એના બચાવ સાંભળીને મને તો ચીતરી ચઢી. પછી પ્રશ્ન કેમ ગૂંચવાયેલે છે એનું કારણ આપ્યું. એ મંદિરે જતાં ચાખામેળાની મૂર્તિ છે, તેને મહારા અડતા નથી, અને બીજા કોઈને એ મૂતિ પાસે જવા દેતા નથી. એ જ્યાં સુધી ન સુધરે ત્યાં સુધી મંદિરની રિથતિ શી રીતે સુધરે ? વગેરે વાત કરી. પછી જતાં જતાં કહે છે કે તમારા ઉપવાસથી દંભ બહુ વધવાના છે.” - એટલે બાપુએ કહ્યું : * કાનામાં દંભ વધશે ? સંભવ છે કેક દંભથી કાંઈ કરે. પણ જે હજારે અને લાખો માણસને મારા ઉપર કેવળ વિશ્વાસ છે તેમનું શું ? જેની મેં ચાલીસ વર્ષ ઉપર સેવા કરવા માંડેલી, દક્ષિણ આફિકામાં જેને મેં કાંઈક કામ કરી બતાવ્યું તે તામિલ પ્રાંતના ગરીબ લોકો તો મને દગો નહીં જ દે. એ લોકો તો એ થાડા કામને પણ ચમત્કાર માનતા હશે. ચમત્કાર તો કશા હતા જ નહીં. પણ શુદ્ધ કાર્ય અનેકગણું વધારીને લાકે જુએ છે. એ લોકો દંભ કરશે ? આજે જ એક જમીનદાર યુવક કહી ગયેા કે બારાબાંકીમાં બધાં જ મંદિર ખૂલી ગયાં. એ ખાટી ખબર હશે ? અંજનગાંવથી તાર આવ્યા કે અમુક મંદિર