પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૨૯૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

૨૯૪ ચિતનથી સેવા શી રીતે ? ઉધાડવાની રીતસર ક્રિયા થઈ અને એક બહેને ચાલીસ એકર જમીન મંદિરને ભેટ આપી, એમાં દંભ શું હોઈ શકે ? ” જમનાલાલજીની સાથે વધારે મળવાની રજા માટે સરકારને કાગળ ન અપાસાહેબ રત્નાગિરીમાં ભંગીના કામને માટે અપાશન કરે છે. તે વિષે કાગળ લખ્યા હતા, તેના ડેઈલનો ઉદ્ધત જવાબ આવ્યો. લાગલ જ બાપુએ કડક જવાબ લખાવ્યો, અને તેમાં જે અપાની માગણી ન સ્વીકારાય તો હું ભળીશ, ભંગીનું કામ માગીશ અને શનિવારથી ઉપવાસ કરીશ એમ જણાવ્યું. સામાન્ય રીતે બાપુ આવી બાબતોમાં અમારા અભિપ્રાય લે છે. આજે કહ્યું : KK આ બાબતમાં તમારા અભિપ્રાય લેવાની મને જરૂર રહેતી નથી. એ સાવ સ્પષ્ટ ધર્મ છે.” સતીશબાબુ, પ્રેમલીલાબહેન, મિસિસ પ્રધાન અને દેફામતી આવ્યાં. - મિસિસ પ્રધાનને અસ્પૃસ્યાને ઘરમાં રાખવા વિષે, અથવા ૨ ૦? –'રૂ ૨ એ ન બને તો નોકર તરીકે રાખવા વિષે, અને એ પણ. - ન બને તો રાત્રિશાળા ચલાવવી, અંત્યજવાસમાં જવું વગેરે કામ કરવાં એમ કહ્યું. લેડી ઠાકરસીને કહ્યું : “ તમારે આમાં પૂરા હિસ્સો આપવો જોઈએ.” લેડી બોલ્યાં : “ શક્તિ પ્રમાણે થાય. બે વર્ષ પહેલાં દેડને ધરમાં ઘાલવાની વાત કરત તો મારાથી ન બની શકત. પણું આજે મન એ દિશાને માટે તૈયાર થયું છે, હજી શક્તિ નથી આવી.” બાપુ : “ પણ શક્તિ ક્યારે આવે ? કામ કરવા માંડે એટલે જ શક્તિ આવે; તમારે બહુ સહન પણ ન કરવું પડે. મારી તો તમને સૂચના છે કે તમે એક અંત્યજ અતિથિ જમાડવા વિના ન જમવાની કે એવી કાંઈક પ્રતિજ્ઞા કરો.” a સતીશબાબુની સાથે પાછી આગલા દિવસની ચર્ચા ઉપાડી. માણસ ચિંતનથી સેવા શી રીતે કરે એ વિષય હતો. બાપુએ કહ્યું : “ ચિંતન એટલે નિષ્કિયા નહી'. યોગશ્ચિત્તવ્રુત્તિ નિરોધ: નો અર્થ એ નથી કે ચિત્ત નિષ્ક્રિય જઈ જાય. ચિત્ત વ્યર્થ પ્રવૃત્તિ કરતું બંધ થઈ જાય એ ચોગ. એકે વિચાર એવો ન આવવા જોઈ એ કે જેને અમલ ન થાય. એટલે કે શુદ્ધમાં શુદ્ધ માણસ તો વધારેમાં વધારે અમલ કરનાર હાય. જેમ માણસ વધારે પવિત્ર તેમ વધારે પ્રવૃત્તિમય. વધારેમાં વધારે કર્મશીલ