પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૨૯૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

ઉત્કટ એકાગ્રતાની અસર ૨૫ માણસ વધારેમાં વધારે સંયમી હોય છે. એને તમે સમાધિની દશા પણ કહી શકો. છતાં સમાધિ પામવાના ઈરાદાપૂર્વક પ્રયત્ન ન હોઈ શકે. સમાધિ તો એની મેળે પમાય, એટલે કે તમે એનો વિચાર ન કર્યા કરો; આપોઆપ એ આવે. એ જ રીતે યુગની શારીરિક ક્રિયાથી શરીરની શુદ્ધિ ને શારીરિક બ્રહ્મચર્યને પણ મદદ થાય, પણ પ્રપત્તિ ન પ્રાપ્ત થાય. શારીરિક ક્રિયાઓથી મૂળ વસ્તુ ન મળે. મૂળ વસ્તુ તો પૂરેપૂરી પ્રપત્તિ - પોતાની જાતને શૂન્ય બનાવી દેવી, એ છે.

  • મારા જ દાખલે લે -- માણસ પોતાની હાજરીથી કેટલું કરી શકે છે એનો. હું જે લાખોની સભામાં જાઉં – ઍટલે મેદનીમાં રખડવા માંડુ તો મારા ચૂરેચૂરા થઈ જાય. પણ હું તેમ નથી કરતો. હું તો મધ્યમાં બેસીને લોકોની પાસે માગણી કરું છું અને પૈસા આવવા માંડે છે.

“ મને આશ્ચર્ય થાય છે કે હું બેઠો હોઉં છું ત્યાં સુધી પૈસા આવે છે અને ઊઠીને ચાલતા થાઉં એટલે લોકો પૈસા આપતા બંધ થઈ જાય છે. એમાં કશા ચમત્કાર નથી પણ એ ઉકટ એકાગ્રતાનું - અમુક કામને વિષે વિચારની ઉતાનું પરિણામ છે. | “ એ જ રીતે ઉપવાસનું. ઉપવાસ જે ઈશ્વરપ્રેરિત હશે તો લાખાનાં હદય તે હલાવશે. એમ નહીં હોય તો એ મિથ્યા જશે.

  • પણ એને માટે પણ પૂર્વ તૈયારી જોઈ એ. શુદ્ધ સેવાભાવથી લાંબા કાળ સુધી કામ કરેલું હોય તો જ એ શક્તિ આવે. દક્ષિણ આફ્રિકામાં છ છ પાઉંડ ભરાવવા હું ચાળીસ ચાળીસ માઈલ ચાલેલા છું. પેલો માણસ ત્રણ પાઉંડ આપવા માંડે પણ અમે ન લઈ એ. કેાઈ મધ્ય સ્થળે આખી રાત એસી રહીએ. સવારે એ નાસ્તો કરાવે અને છ પાઉંડ આપે. અબદુલ્લા શેઠને ત્યાં ગયા હાઉં, તે મારી તરફ કાંઈ ધ્યાન ન આપે અને પિતાના ઘરાકોને પતાવતા જાય. દુકાન બંધ થવાનો વખત થાય ત્યાં સુધી

બેઠે. રહે. અબ્દુલ્લા શેઠને કહું કે પચીસ પાઉંડ લીધા વિના જવાના નથી. છેવટે તે ગુમાસ્તાને કહે કે ૨૫ પાઉંડનો ચેક ફાડી આપો. મેં જેટલી ખંતથી, પારાવાર મુશ્કેલીઓનો સામનો કરીને મજૂરીનું અને ભંગીનું કામ કર્યું છે એટલું બીજાએ નહીં કર્યું હોય. એક માણસને અંગ્રેજી ભણાવવા હું માઈલો ચાલીને જતા. ખંતપૂર્વક કરેલી આવી મહેનતથી કામ કરવાની શક્તિ પ્રાપ્ત થાય છે.” અપ્પા વિષેનો તમારે કાગળ સરકારમાં મોકલાવ્યા છે, એ ડોલિના સંદેશા આવ્યા. છગનલાલ જોષીને અહીં લાવવાના હુકમ નીકળી ચૂકથી છે, અને રંગૂનવાળી મંડળીને મળવાની રજા મળી છે. ગઈ કાલે