પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૨૯૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

૨૯૧ જુદાં છાત્રાલય શા માટે ? સેકીનાં કાગળ વિષે ચાલેલા તુમાર વિષે કાગળ આવેલ તેમાં સરકાર પોતાની કબૂલતનું પાલન કરશે એ વિષે શંકા નથી બતાવતી. છતાં બાપુના અસ્પૃશ્યતાના જે લેખ માટે સદાનંદને ૨૦,૦૦૦ આપવા પડયા તે લેખના પાર્લ મેંટમાં ઉલ્લેખ કરીને સેકી લેખ વાંચ્યા વિના ઉદ્ધતાઈથી કહે છે : “ એ તદ્દન વિધિનિષેધ વિનાના લેખ હોવા જોઈએ, પણ તમે મોકલી આપશે તો હું એ વાંચવા તૈયાર છું.” અને વિલિકન્સન અને મૅટર્સ વાળા પ્રતિનિધિમંડળે એ બધું નાટક કર્યું" એમ કહીને તેનો ઉપહાસ કર્યો. સભાએ અને સરઘસનાં નાટક કર્યો હોય પણ પોલીસના લાઠીમારનું શી રીતે નાટક કર્યું હશે ! આજે દેવદાસ, મણિલાલ, હરજીવન અને શારદા આવી ગયાં. બપોરે ભળે, ભોંસલે, જાધવ વગેરે પૂનાની કૉલેજના પાંચ – ૨– રૂ ૨ વિદ્યાર્થી ઓ મળવા આવ્યા. બધા અસ્પૃસ્યા હતા અને એની વાત કરવાની રીત, હોશિયારી વગેરેથી જાણે ઊગતા આંબેડકર હતા એમ લાગ્યું. બાપુને ખૂબ સવાલ પૂછવા. વિદ્યાર્થીઓ માટે કૅલરશિપ, અને બીજી સગવડ માટે શું ? એવી બધી માગણી અસ્પૃશ્યતામંડળ વિચારી રહ્યું છે, એમ કહ્યું. એટલે પછી અસ્પૃશ્યોને માટે જુદાં છાત્રાલય ન નીકળી શકે ? એ માગણી કરી. ' બાપુ કહેઃ “ જુદાં છાત્રાલય શા માટે? હાલ જે છાત્રાલયે છે તે જ તમારે માટે ખુલ્લાં હોય એવી વ્યવસ્થા થાય તો તમને ન ગમે ? તમારે માટે જુદાં છાત્રાલયે હોય એ તો તમને અસ્પૃશ્ય જ રાખવા જેવું થાય.' એટલે એ વિદ્યાર્થી ઓએ કહ્યું : “ સવર્ણ વિદ્યાર્થી ઓ તો સાડ સાડ રૂપિયા સુધી ખર્ચ કરે છે. એ ખર્ચ અમને કેમ પોસાય ? અમારું એ લોકેાના જેવું ધારણ નથી.' બાપુ: “ પણ તે તો તમારે કરકસરથી રહેતા છોકરાઓને શોધી લઈ ને એમની સાથે રડું ચલાવવું જોઈએ.” પેલા કહે : ૮૮ અમને શાળાકૅલેજની અને છાત્રાલયની માફી કેમ ન અપાવા? ” બાપુ કહે : “ હું તમને અપંગ બનાવવા નથી માગતો માટે. હું તો તમને એક છાત્રાલય આપું, અને તે તમે તમારી મહેનતે કરકસરથી ચલાવો. હું તો ઈરછું કે તમે અમેરિકાના વિદ્યાથી એની જેમ સ્વાશ્રયી થાઓ. તમારું કામ કરતા જાઓ અને કાંઈક ટયૂશન કરીને, કાંઈક સેવા