પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૩૦૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

૨૯૮ ન મરી શકે તે મારો પણ ઊકળી જતું હોય. એટલે હરિજન તરીકે હું તમને સલાહ એ આપું કે તમે એ લોકોને પોતાનું ઋણ ફેડવા દો. એ ન ફેડે અને તમારા ઉપર સંકટ પડતાં જ જાય તો હું તો મરીશ એ તમે જોશો, પણ તમે પણ મરજે. અને ન મરી શકે તે મારજો, પણ પામરની જેમ એસી ન રહેજે. જે હિંદુ જનતા ન જ સમજે તો તમે લેકે કયાં સુધી સાંખીને બેસી રહેવાના છે ? કાં તો તમે મરીને તેમનાં હૃદય પિગળાવશો, કાં તો તમે એ કેએક સવર્ણને પૃથ્વી ઉપરથી સાફ કરો.” - પેલા વિદ્યાર્થી : % પણ મારીને શો લાભ થવાનો હતો ? મરીને વધારે લાભ ન થાય ?” બાપુ: “ આ સવાલ તમે પૂછો એ મને ગમ્યું. મરીને વધારે લાભ થાય એમ નહીં, મરીને જ લાભ થાય. અને મારીને તો મરવાપણું જ છે. કહ્યું છે ને કે તલવાર ધારણ કરનાર તલવારથી જ મરશે ? તમે બધા સવણું હિંદુઓના સ હાર કરશો તો તમારે એવો જ અંત આવવાનો છે. | આ પછી છોકરાઓએ ગુરુવાયુર વિષે સવાલ પૂછડ્યા. બળજબરીનો સવાલ નીકળ્યા તેનો તો બાપુએ હમેશને જવાબ આપ્યો. પણ છોકરાઓ એમ ગાંજ્યા જાય એમ નહોતું. એટલે તેમણે કહ્યું : “તમને ચાહનારા માણસે પણ એવા પડ્યા છે કે જેમને આ બાબત માં સિદ્ધાંતને સવાલ નહીં હોય અને હોય તો તે મંદિરપ્રવેશની વિરુદ્ધ હાય, એનું શું ? ” બાપુ : * એ લોકેાના આમ કે તેમ કશા વિચારો નથી એમ તમે કહો તે મારે કહેવું જોઈએ કે એમને મારે જગાડવા જ જોઈ એ. એવા આંચકા આપ્યા વિના એ લોકો જાગ્રત ન થાય. જે નબળા છે તેને ધમ શાને?” છોકરાઓથી બાપુ બહુ રાજી થયા. ગુરુવાયુર વિષે લલ્લુકાકાએ શાસ્ત્રીને કાગળ લખ્યા હશે કે તમે, સી. પી., શિવસ્વામી અને હું કામારિનને અને ત્રાવણકોરને મળીએ. આને લલ્લુભાઈને કેવો જવાબ મળ્યો તે જોવા જેવું છે. “ સર સી. પી. ત્રિવેન્દ્રમમાં કેટલાંક અઠવાડિયાંથી છે. હું ચેકસ જાણતો નથી અથવા મને શંકા છે કે એ તમારી સાથે જોડાશે કે કેમ. હું જોડાઈ શકું એમ નથી. શિવસ્વામી આયર પણ જોડાઈ શકે એમ નથી. - “ ઝામારિન બહુ ભલા માણસ હશે અને સુધારો થાય એ પક્ષના પૂરેપૂરા હશે, પણ કાયદો, રૂદ્ધિ, શાસ્ત્ર, અને લોકમત ( સમાજના એક નાના વર્ગને પણ) જે વિરુદ્ધ હોય તો એ લાચાર બની જશે. એમની સાથે પૂરતી અથવા ઘણી વાતો થયેલી છે. ધમકી, ખુશામત,