પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૩૦૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

૩૦૧ પૂના કરારની મુસલમાન પર અસર સવારે મેં ઉપવાસ અને ગીતાપાઠની તૈયારી કરી તે જાણીને બાપુ કહે : આજે ઉપવાસ કરવાની કશી જરૂર નથી. મારું રૂ-૨ ૨-'રૂ૨ મન તો હજી ઉપવાસી બન્યું જ નથી. જે ઉપવાસ કરવા જ પડે તો તમે કાલે ઉપવાસ કરજો, અને ગીતાપાઠ પણ કાલે જ કરજો.” સવારે દાક્તર મહેતાએ આવીને સરકારનો સંદેશ સંભળાવ્યા : &# ગાંધીને પોતાનું ભંગીકામ કરવું હોય તો ભલે કરે પણ કેદી અપા વિષે ગાંધીની દરમ્યાનગીરી સરકાર નહીં સાંખી શકે.” એટલે બાપુએ એના જવાબમાં તુરત જ સળગતા કાગળ લખાવ્યું. સવારે બિરલા, ઠકકર વગેરે આવ્યો. કાગળ લખવાના હોવાને લીધે એમને મળવાનું મોડું થયું. પૂના કરાર વિષે પંડિતજી સંતુષ્ટ નથી એમ ખબર આપી. બાપુ કહેઃ “6 બીજા ઘણા અસંતુષ્ટ છે અને એ લોકો અસંતુષ્ટ છે એટલે હું ખુશ છું. પણ એ વિષે હું વાત કરું તો આખો દિવસ વાત કરવી પડે.” બિરલા કહે : “ આ કરારથી મુસલમાનોને ભારે ચેટ લાગી છે. એવી સાક્ષી તો મને જ્યાં ત્યાંથી મળ્યાં કરે છે. ઈટાલીથી સ્કાર્પે આવ્યા. એણે વાત કરી કે . . .ની યેાજના તો એવી હતી કે દરેક મુસલમાન ચાર ચાર અછૂત છોકરીને પરણી લે એટલે છ કરોડ અસ્પૃશ્ય હિંદુ મટી જશે. એ તો એમ જ બધું કહે છે કે એ લોકો હિંદુ છે જ નહી.” બાપુ : ** આપણે એ લાગના છીએ, એ વિષે મને શક નથી. આપણે જેવું કરીએ છીએ તેવું ભરીએ છીએ.” આંબેડકર વિષે વાત કરતાં કહે : ** એનામાં ત્યાગશક્તિ છે, યાહામ કરવાની શક્તિ છે. એ તો દાવાનળ સળગવાનો છે. આપણે હિંદુઓ જે સાચા થઈશું તો યરવડા કરારની તા સુવર્ણ ભસ્મ બનાવી શકીશું. નહીં' તે ચાર કરોડ અસ્પૃસ્યા આખા હિંદુસ્તાનનું ભક્ષણ કરી જવાના છે. | ‘જ અસ્પૃશ્યતાનિવારણ સંધમાં અસ્પૃસ્યાને લેવા એ આંબેડકરની વાત મેં કબૂલ કરી હતી, પણ હવે મને લાગે છે કે એ બરાબર નથી. પ્રાયશ્ચિત્ત આપણે કરવાનું છે, એ લોકોએ નથી કરવાનું. એ લેક સલાહકાર મંડળ ભલે બનાવે અને સૂચના કરે. પણ આપણે તે એકે ન લઈએ.' બિરલા કહે : “ હું તે કારકુન વર્ગમાં લેવાની વાત કરતા હતા.” બાપુ કહે : “ તે તો ભલે. પણ તેમાં સવર્ણો ત્યાગ કરીને આવે અથવા નિર્વેતન કામ કરે ત્યારે અસ્પૃશ્યને ખાસ પસંદગી આપીએ. એટલે કે