પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૩૦૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

સમાજ ઉપર ધર્માચાર્યોની અસર નથી ૩૦૩ મત પ્રમાણે અસ્પૃશ્ય પ્રત્યે સવણ હિંદુઓની પહેલી ફરજ એ છે કે બીજાઓના જેટલાં જ હરિજને માટે મંદિરો ખુલ્લાં મૂકી દેવાં. ર. મંદિર પ્રવેશના પ્રશ્નને બેજે હું અસ્પૃશ્યતાનિવારણ સંઘ ઉપર મૂકતા નથી. એ સંધના જન્મ થયો તે પહેલાં ગુરુવાયુરનો પ્રશ્ન લેકે સમક્ષ હતા. અલબત્ત, સંધે પાતાથી અને એટલું તો આ માટે કરવું જ જોઈએ. પણ ઠરાવેલા વખતની અંદર મંદિર ખુલ્લું ન મુકાય તો બીજી કેાઈ સંસ્થા કરતાં સંઘ એને માટે વધારે ઠપકાપાત્ર નહીં ગણાય. ૩. જો એમ સાબિત થાય કે ગુરુવાયુર એ ખાનગી મંદિર છે તો ઉપવાસ હોઈ શકે નહીં. ૪. જે સુધારા સાચા હોય અને વિનયી હોય તો સનાતનીઓનાં હૃદયનું પરિવર્તન તેઓ કરી શકે. તેઓએ યાદ રાખવું જોઈએ કે પોતે સુધારક થયા એ પહેલાં તેઓ અને સનાતનીઓ એક જ ગાલ્લીમાં હતા. ૫. સુધારક લાકમત વાળવાને માટે મથી રહ્યા છે. અને સુધારક તરીકે હું માનું છું કે લોકમત આ સુધારાની તરફેણમાં ઠીક ઠીક વન્ય છે. હું જરા પણ માનતા નથી કે મોટા ભાગના હિંદુ ધર્માચાર્યોની અસર નીચે છે. પોતાને ફાવતી આવે એટલા પૂરતી જ તેઓ શંકરાચાર્ય અને બીજા આચાર્યોની વાત સાંભળે. ધારો કે શંકરાચાર્ય એવા ફતવા કાઢે કે કાઈ એ દારૂ ન પીવે, તો તમે શું માને છે કે એ ફતવાનું પાલન બધા કરે ? ધર્માચાર્યો પોતે સંયમનું પાલન કરે તો જ લોકો પાસે કરાવી શકે. | = ૬. ઉપવાસ શરૂ કરતાં પહેલાં મારું શરીર બરાબર સુધરી જાય એની હું રાહ જોઈ શકું નહીં. હું માનું છું કે ઉપવાસ અંતર્યામીની આજ્ઞા અનુસાર હશે. જયારે મારું શરીર નબળું હોય છે ત્યારે તો હું ઉપવાસ સારી રીતે સહન કરી શકું છું. | ૭. કરોડો લોકોને જે તેઓ મને ચહાતા હશે તે – મારા ઉપવાસથી દુ:ખ થશે. તેઓ પોતાને અવાજ એટલી બુલંદ રીતે જાહેર કરશે કે એ અવાજ અમાધ થઈ પડશે. મારી અને અસ્પૃશ્યતાની વચ્ચે સંગ્રામ છે. મને જિવાડા હોય તે અસ્પૃશ્યતાએ જવું જોઈએ. અસ્પૃશ્યતાને જિવાડવી હોય તો મારે મરવું જોઈએ. એક જણની સાથે વાતચીતમાં કાઢેલા ઉગારો : “ સૂર્યના પ્રકાશનું પ્રતિબિંબ જેમ ચંદ્ર ઉપર પડે છે તેમ આપણી પવિત્રતાનું પ્રતિબિંબ હરિજન ઉપર પડવાનું છે. આજે તો આપણી અપવિત્રતા અને મેલનું પ્રતિબિંબ તેમના ઉપર પડે છે.”