પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૩૦૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

ર૪ અમ્પાસાહેબ માટે ઉપવાસ આજે અસ્પૃશ્યતાનિવારણ સંઘની બેઠક જેલમાં થવાની હતી. પચીસ માણાને મળવાની પરવાનગી ગઈ કાલે આપવાને ૪–૨– રૂ ૨ બદલે આજે આપવાની સત્તાધારીઓએ મૂર્ખાઈ કરી. - આગલે દિવસે આપી હોત તો ઉપવાસનું જે ગુપ્ત રહ્યું હતું તે રહેત અને કાઈની આગળ ખુલાસો કરવાની જરૂર જ ન રહેત. પણ આજે ઉપવાસનો બીજો દિવસ, એટલે શરીરની અશક્તિ એટલી બધી હતી કે બાપુ ચાર વાગ્યાની પ્રાર્થના પછી તુરત પથારીમાં સૂઈ' ગયા, સવારે આઠ સુધી પથારીમાં જ હતા. તેલ ચોળાવીને એનીમા લઈ નાહ્યા પછી પાછા પથારીમાં જ હતા. વજન તો ગઈ કાલે સે થયું હતું –એટલે કે ચાર દિવસમાં છ રતલનો ઘટાડો થયા હતા અને અશક્તિ પાર વિનાની જણાતી હતી. નાહવાને માટે પણ રટ્રેચર ઉપર લઈ જવા પડયા હતા અને કમિટીની આગળ પણ સ્ટ્રેચર ઉપર જ જવાનું હતું ! કમિટી સાડા અગિયાર વાગ્યે હતી. બધા માણસે કથારના દરવાજે આવીને રાહ જોતા બેઠા હતા. ત્યાં આઈ જી. પી. આવ્યા. સૌએ છાપાંમાં તો જોયું જ હતું. ગઈ સાંજે ‘મરાઠા’માં ચાર લીટી આવી હતી જેમાં જણાવ્યું હતું કે અપા પટવર્ધન માટે ગાંધીજી ઉપવાસ કરી રહ્યા છે. ‘કી પ્રેસ'વાળા આ કાપલી લઈને મેજર મહેતા પાસે ગયેલ, તેણે તેને કહેલું : “ હું જાણતા નથી; તમારે ઇનકાર કરવો હોય કરે.” આઈ. જી. પી. ખેડાતા ખેડાતા આવ્યા એટલે બાપુ કહેઃ “ ત્યારે તમારા કરતાં તો હું સારો છું !” પેલે હસતાં હસતાં કહે : “ પણ તમે આ શું લઈ બેઠા છો ?” બાપુ કહે : “ તમે રાઈનો પર્વત કરી દીધા છે.” એટલે ડાઈલ કહે : “ હું એ રાઈ શોધવા આવ્યો છું. જોઉ કયાં આખા સવાલની ચર્ચા થઈ. બાપુએ કહ્યું : “ મારો હેતુ તો અપ્પા જેવા ધમ બુદ્ધિવાળા માણસને આ રજા મળે એટલો જ છે - તમે આ મોટા સવાલના નિર્ણય કરો એમ હું નથી ઇચ્છતો.” e પછી કુનલે પોતાની મુશ્કેલીઓ સમજાવવાનો પ્રયત્ન કર્યો. બાપુએ એ બધી મુશ્કેલીઓ સ્વીકારતાં છતાં કહ્યું : “ છતાં પણ જે માણસ સ્વેચ્છાએ આવું કામ કરવા માગે તેને તો તમારે આપવું જ જોઈએ, ફરજિયાત વેઠ લેવાને બદલે.” e એટલે પેલો કહે : તમારા માણસે આજે છે અને કાલે નથી, અમારે તો આખરે આ ગુનેગાર કેદીઓ સાથે જ કામ લેવાનું ના ? એટલે તમને મારી વિનંતી છે કે તમે મોટો સવાલ ન ઉપાડા, હાલ તુરત અપ્પા