પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૩૦૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

૩૦૫ ભગીકામ બાબત સમાધાન અને એના મિત્રોને ભંગીકામ કરવાની છૂટ મળે એટલાથી સંતોષ માનજે. આટલી વસ્તુ હું સરકાર પાસે કરાવી પણ શકુ એવું મને લાગે છે. હું સરકાર પાસે જાઉં છું અને બુધવારે સવારે મોડામાં માડે આવી પહોંચીશ અને તમને જવાબ ન પસંદ પડે તો તમે પાછો ઉપવાસ કરો, ત્યાં સુધી સુલેહ.” બાપુ કબૂલ થયા અને પેલાને કહ્યું : ** જો તમે નિષ્ફળ ગયા તો હું તમને નપાસ બૅરિસ્ટર ગણીશ અને તમારે મારી સાથે ઉપવાસ કરવા પડશે !” પેલે કહે : “ નારે ભાઈ, એ અમારો ધંધો નહીં.” ઉપવાસ વિષે ગમે તેને કહેવાની બાપુએ રજા માગી. પેલો કહે : જરૂર, આખા દેશમાં તો ખબર પહોંચી ગઈ છે. હવે બાકી શું છે ? ” આ પછી ટેચર ઉપર * આંબાભુવન’માં આવ્યા અને અસ્પૃશ્યતાનિવારણ સંધના સભ્યોને આખા પ્રકરણની સાર સંભળાવ્યા અને પ્રાર્થનાના વિશુદ્ધ રૂપનું રહસ્ય સમજાવ્યું. મેં નોંધ લીધી તે એ. પી. આઈ.એ આખી તારથી દેશમાં ફેલાવી. વહેલભભાઈ સાંજે કહે: “ આ લાકોની મૂર્ખાઈ કદી કદી સમજી નથી શકાતી. બે દિવસ અગાઉ ગૂપચૂપ આટલું જ કર્યું હોત તો કશું થવાનું નહોતું. આ પાછા જગતને ઉપવાસના સંદેશા મા, અને પાછા પાતે ઝળકયા ! ” | બધા ગયા પછી બાપુએ પોતે ડોઈલને સવારની વાતનો સાર લખી નાખ્યો અને અપાને એક કાગળ લખ્યા. સાંજે ડાઈલના કાગળ આવ્યે કે એ સાર તો સરસ છે પણ એક વાત તમે છેડી છે તે વિષે જરા સ્પષ્ટીકરણ કરી તે સારું, – તે એ કે હાલ તુરતમાં તમે ગુનેગાર કેદીમાંના નીચી કહેવાતી વર્ણના કેદીઓને સવાલ નહી” ઉપાડે. એને હકારમાં જવાબ આપતાં બાપુએ પોતાના મુદ્દો વળી આગળ કર્યો : “ એ સવાલ તુરત ઉપાડાય એમ નથી, માટે જ ઐરિછક કામને ઉત્તેજન આપવું જોઈએ.” વલભભાઈ કહે : 'જવાબ આપવામાં તો તમને કેાઈ જ પહોંચી ન શકે. હવે કેલપન બિચારો જગતની આગળ ગવાવા માંડે તે પહેલાં અપ્પા ગવાઈ જવાના ! ” ' મેં કહ્યું : ' કેલપુનને તાર કરીએ કે “ અપાએ તને પાછળ પાડી દીધા.” ” મ-૨૦