પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૩૦૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

૩૦ પ્રાયશ્ચિત્ત અને ન્યાય નીલા નાગિનીને સુંદર કાગળ આવ્યા. સત્તરમા અધ્યાયનો ઉલ્લેખ બાપુએ કર્યો હતો તેને એ પી ગઈ લાગે છે. ત્રેવીસ - ૨–૨૨ વર્ષની ઉંમરે આટલે સંસ્કાર અસાધારણ કહેવાય. એણે મિલ્સનું એક વાકય પોતાના કાગળમાં ટાંકયું છે તે નાંધી રાખવા જેવું છે. - આજે અસ્પૃશ્યતાની વ્યાખ્યા ઉપર બહુ ઊહાપોહ થયા. કુંઝરુએ કહ્યું : “ આપણી આ વ્યાખ્યાનું ઠેકાણું નથી એટલે અંગ્રેજો આપણી વાવણી ક્ય કરે છે અને ખરી અસ્પૃશ્યતા મદ્રાસ, મુંબઈ અને સી. પી. માં જ છે. તેને બદલે આખા દેશમાં કહેવાય છે અને ચાર કરોડને બદલે છ કરોડની સંખ્યા અપાય છે. ” બાપુ અને બીજાઓમાં ફરક આ ચર્ચામાં સરસ દીસી આવતા હતા. બાપુને અસ્પૃશ્ય પ્રતિ કરેલા પાપનો ઘા પ્રતિક્ષણ દરદ આપ્યાં કરતા હતા, જ્યારે બીજા ન્યાયની દૃષ્ટિએ જ વાતો કરતા હતા. પ્રાયશ્ચિત્તની ભાવના ભાગ્યે જ કોઈના હૃદયમાં વસી ગઈ હોય. ઠક્કરબાપાએ મધુસૂદનદાસ વિષે રમૂજી કાગળ લખી મોકલ્યા. ડેઈલ આવી ગયો અને સરકારનો ફેંસલે લાવ્યા. અપાનો પ્રશ્ન એ એકલાને જ પ્રશ્ન નથી, પણ જેલના નિયમોમાં ૬-૨ ૨– રૂ ૨ સુધારો કરવાનો પ્રશ્ન હોઈ અખિલ ભારતીય સવાલ થાય છે, એટલે એ હિંદુસ્તાન સરકારે વિચારવા પડશે. અપ્પાને સવાલ વિચારવાને લાયક છે એ સરકાર કબૂલ કરે છે પણ આવા મહત્ત્વને સવાલ પાંચ મિનિટમાં નક્કી ન થાય એટલા માટે આ સલેહની મુદત લંબાવવી. આજે અપ્પાને આ છૂટ આપવામાં આવે તો બીજાને પણ તે માટે તો આપવી જ જોઈ એ, અને એમ કરતાંની સાથે જ એ પ્રશ્ન વિશાળ થાય છે. એટલે સરકારની સૂચના છે કે તમે અપાને ખબર આપો કે એ પોતાનું અપાશન છોડે અને આ સવાલનો નિવેડો આવે ત્યાં સુધી મુલતવી રાખે. જે અનુકૂળ ફેંસલે ન આવે તો પાછું અપાશન એ શરૂ કરે અને બાપુ અનશન શરૂ કરે! બાપુને આ ફેંસલો ઠીક લાગ્યા. એટલે તુરત અપાને તાર કર્યો કે આ ફેસલો તમારે વિષે જે હકીકત મળી છે તે જોતાં ઠીક લાગે છે એટલે તમારે હવે પૂરી આહાર લેવા માંડવા. પાછળથી વાત કરતાં બાપુ કહે : “ હું જે તાણું તો પડતું મૂકવું એવી સૂચના લઈને એ આવેલ હોવો જોઈએ. પણ આપણે તાણીએ એ