પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૩૦૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

રામગીતા ૩૦૭ ઠીક નહીં. પ્રસંગે આપણે નમી શકીએ છીએ એ પણ એણે જાણવું જોઈએ.” આજના કાગળામાં બે ત્રણ નાંધવા જેવા. રામદાસની ઉપર તો બાપુનો પ્રેમ વરસ્યાં જ કરે છે. “ રામગીતા સમજાય છે ? એનું રહસ્ય આ છે : ભક્તિ અને તેનું ફળ. શુદ્ધ ભક્તિમાંથી અનાસક્તિ અને જ્ઞાન પેદા થાય જ. ન થાય તો એ વેવલાપણું, ભક્તિ નહીં. જ્ઞાનનો અર્થ સારાસારનો વિવેક. જે અક્ષરજ્ઞાનને અંતે આ વિવેકશક્તિ ન આવે તે જ્ઞાન નહીં પણ વેદિયાપણું. તું જુએ છે કે આ પ્રમાણે સમજતાં રામગીતા ગળે ઊતર્યા પછી ચિંતા, અધીરાઈ ચાલ્યાં જાય. e 61 આ કાગળ સવારની પ્રાર્થના પછી લખી રહ્યો છું. લખવું હતું ઉપવાસ બાબત. શરૂ થયું રામગીતાના વિવેચનથી. ઉપવાસ તો બહુ જૂને થઈ ગયો. દોઢ જ દિવસનો એટલે કાંઈ જણાતુંચે નથી. નબળાઈ તુરત આવી અને ગઈ પણ તુરત. ઉપવાસને દિવસે અને રવિવારે પણું કામ પુષ્કળ કર્યું હતું. ખેારાકમાં દૂધ બરાબર શરૂ થઈ ગયું છે. એટલે મારા ઉપવાસાની ફિકર ન જ કરવી જોઈએ. આટલું સમજાઈ જવું જોઈ એ કે ઉપવાસ હું નથી કરતા. ભગવાનના પ્રેર્યા એ થાય છે એટલે તે કરે છે, એમ કહી શકાય. તેનો શોક ન કરાય, પણ કંઈ હોય તો હર્ષ થવા જોઈએ કે એટલું ધર્મપાલન હું” કરું છું. આની સાથે આ પણ યાદ રાખવું કે ઉપવાસ કાઈ મારો વાદ કરીને ન કરે. મારા સંબંધમાં આવેલા તો મને પૂછીને જ કરે એ બરાબર ગણાય, એવા અવસર કલ્પી શકાય કે જ્યારે મને પૂછવાનો સમય જ ન રહે, અથવા અંત:પ્રેરણા સ્પષ્ટ હોય. મુમુક્ષુ જીવાની પરંપરા આ છે કે જ્યાં લગી પોતે માનેલ વધારે અનુભવી પોતાની પાસે હોય ત્યાં લગી તેને પૂછીને નવીન પગલાં ભરવાં. અંતનીંદ બધાય સાંભળે જ છે એવું હોતું નથી. અંતર્નાદને આભાસમાત્ર જ હાઈ શકે ને ખરું જોતાં તો ‘હુ" ના જ નાદ હોય. * ડુ' એટલે શેતાન, રાવણ, અહમાન, દત્ય. આપણામાં રાવણ બોલે છે કે રામ એની ખબર હંમેશાં પડી નથી શકતી. રાવણ સાધુ વેશે જ બહુ વાર આવે છે ત્યારે રામના જેવા લાગે છે. તેથી વધારે અનુભવી હોય તો તેને પૂછીએ. આ તે જરાક લખતાં ઘણું લખાઈ ગયું. બધાંને વંચાવજે.” e શાંતિનિકેતનમાં ભણતા એક ગુજરાતી વિદ્યાથીએ પૂછયું : “ આ ગુરુવાયુરના ઉપવાસ ત્રાગુ ન કહેવાય ? ધારો કે સનાતનીએ બહુ થોડા હાય. તો એમને મંદિરમાં પોતાની રીતે પૂજા કરવાનો હક નહીં ? મારા દાદા જૂના વિચારના છે, એને અસ્પૃશ્યતા પાળવી એ ધર્મ લાગે છે, એ