પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૩૧૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

૩૦૮ કુટુંબીજનેના અલગ અલગ ધમ મને ઘરમાંથી હાંકી કાઢી શકે ? મારી સ્ત્રી હું પ્રાયશ્ચિત્ત ન કરું તો મારી સાથે રહેવા ના પાડે છે.” એને લખ્યું : “ મારા ઉપવાસ જાગ્યેઅજાણ્યું પણ ત્રાગામાં ન ખપી જાય એ દષ્ટિએ તો મંદિરની આસપાસ રહેનારાના મત લેવાઈ રહ્યા છે. જે ધણાના મત સુધારાના પક્ષમાં હોય તો સુધારો થવા જ જોઈ એ, એ ધમ છે. લઘુમતીવાળાને આમાં કયાંય અન્યાય થતો નથી. તેઓ ઈચ્છે તો તેને સારુ નાખે સમય કાઢી શકાય, અથવા તેઓ પોતાનું મંદિર નાખું બનાવી લે. ચાર ભાઈ મજિયારામાં રહેતા હોય તેમાં ત્રણ ભાઈ પોતાના ધર્મ બદલે તે તેઓ મિલકતના ધણી થાય અને ચેથાને ભાગપૂરતું આપી દે એટલે ચેાથાને ન્યાય થયો ગણાય. અહીં લઘુમતી વધારેમાં વધારે કાંઈ માગી શકે તો પોતાને સારું નવું મંદિર અને તેના પૈસા જ. પણ તેયે માગવાને તેને અધિકાર ન હોય, જે તેને એકલાને પૂજા કરવાને સારુ ના સમય દઈ દીવો હોય છે. આ વિચારશ્રેણી તારા કિસ્સામાં લાગુ પાડતાં અભિપ્રાય આમ આવે છે : પિતામહને પોતાના ધર્મ પાળવાની છૂટ હોવી જોઈએ, તને તારો પાળવાની છૂટ હોવી જોઈએ, અને તેટલા ખાતર તને એ ઘરમાંથી રજા આપે તો તારે વીલે મોઢે એ બહિષ્કાર સહન કરવા જોઈએ. શુદ્ધિ કરે નહીં ત્યાં લગી પત્ની તારી સાથે વસવા ના પાડે તો તારે તેના તરફનો પણ બહિષ્કાર સહન કરવી જોઈ એ. તેની સાથે તારે પરાણે ન રહેવું જોઈએ. પતિને પત્ની ઉપર બળાત્કાર કરવાનો કશો અધિકાર નથી. પણ પત્ની આમ કહે એ સંભવ છે : “ જે તમે શુદ્ધિ ન કરો તો પણ મારાથી બીજું શું થાય ? હું તો તમારી સાથે રહીશ.’ એમ કહે તો એનો અર્થ ખરી રીતે એ થયો કે અસ્પૃશ્યતા ફરતાં તારો સંગ એને વધારે પ્રિય છે એટલે કે અસ્પૃસ્યતાની સરખામણીમાં તારા સંગને એણે ધર્મા માન્યા. આવી પસંદગી આપણને લગભગ રોજ અસંખ્ય દાખલાઓમાં - કરવી પડે છે. પણ એ સ્વાભાવિક રીતે થાય છે એટલે આપણને તેનું જ્ઞાન નથી હોતું. આટલામાં તારા પ્રશ્નોના જવાબ આવી રહે છે. ન સમજાયું હોય તો ફરી પૂછજે. બીજા પ્રશ્નો પૂછવા હોય તો જરૂર પૂછજે.” શ્રી પ્રેસ ઑફ ઈન્ડિયા' : બાપુ - ઉપવાસ એ ખાસ પ્રકારના ઉપાય છે. જ્યાં સુધી અંદરથી ચોક્કસ અવાજ ન આવે ત્યાં સુધી કાઈ એ ઉપવાસ ન કરવો જોઈ એ. એટલે અનુકરણ કરીને તો ઉપવાસ થાય જ નહીં. હું એટલું કહેવાની તો