પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૩૧૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

સ્વરાજ્યમાં અસ્પૃશ્યતા ગુન ગણાશે ? A ૩૦૯ ધષ્ટતા નહીં કરું કે જો કાઈ ને અસ્પૃશ્યતાને અંગે સહાનુભૂતિમાં ઉપવાસ કરવા હોય તો એણે મને પૂછવું જોઈએ અને મારી સંમતિ લેવી જોઈ એ. પણ સામાન્ય રીતે હું એમ કહું ખરી કે ગુરુવાયુરના આ મુદ્દા ઉપર કલપન અને મારા સિવાય બીજા કોઈ ઉપવાસ કરે નહી. પરંતુ દરેક માણસે પોતાને સુઝે એવી અનેક રીતે આ લડતમાં મદદ કરવી જોઈએ. સેવા કરવાની અનેક અને વિધ વિધ રીત છે. હું મારી તમામ શક્તિ હરિજનોની સેવામાં કેન્દ્રિત કરી રહ્યો છું.. સવ – તમે જેલમાં તો આ કામ કરી રહ્યા છે, પણ બહાર નીકળ્યા પછી એ જ કામ કેમ નહીં ચાલુ રાખે? - બાપુ - મે એવું કહ્યું જ નથી કે બહાર પણ મારી શક્તિ હરિજનસેવામાં હું કેન્દ્રિત નહીં કરું. પણ બીજું કશું કામ નહીં કરવાને હું પહેલેથી બંધાતા નથી. મારું જીવન કેવળ હરિજનો માટે છે એમ કહેવામાં અધું સત્ય છે. પૂ ર્ સત્ય તો એ છે કે મારું જીવન ઈશ્વરાપિત છે. હરિજને માટે પણ છે. એમ તો આખી સૃષ્ટિ માટે છે. ઈશ્વર જ મને જિવાડે અથવા લઈ લે. સવ - તમે ઝામારિનને મળવાના છે ? બાપુ- એ અહીં આવે તે સિવાય તો હું કેમ મળી શકે ? રામચંદ્રરાવ સાથે : સવ - અસ્પૃશ્યતાને માનનારાઓને સજા થઈ શકે ? બાપુ – કાઈ હરિજનને કૂવેથી પાણી ભરતા અટકાવે તો સ્વરાજમાં એ ગુનેગાર ગણાશે. અલબત્ત, આમ તો જ થઈ શકે જે મોટા ભાગના હિદુઓ એ કાયદો થાય એમ ઈચછતા હોય. સવ બહિષ્કાર એ ગુનો ગણાશે? બાપુ- સંજોગો જાણ્યા વગર હું એકાએક જવાબ ન આપી શકું. એક સવાલના જવાબમાં : મનુસ્મૃતિના કેટલાક ભાગ નીતિથી ભરેલા છે, જ્યારે કેટલાક ચોખા અનીતિવાળા પણ છે. પશ્ચાત્તાપનું રહસ્ય . . .ના કાગળમાં બતાવ્યું : ૪૮ દોષિત માણસ પોતાને ગેર'ન્સા થયાની વાત લખે એ પશ્ચાત્તાપનું લક્ષણ નથી. આજ લગી જગતમાં જેણે પશ્ચાત્તાપ કર્યો છે તેણે પોતાને થયેલી શિક્ષા શિક્ષા માની જ નથી; પણ એમ માન્યું છે કે એ એપછી થઈ છે. તમે તો તમારી સરખામણી . . . સાથે કરી છે અને તેના પ્રમાણમાં તમે તમને ઓછા અપરાધી જોતા લાગે છે. . . .ના અપરાધની તો મને કાંઈ ખબર જ નથી. તમને તો એટલું પણ ભાન