પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૩૧૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

૩૧૦ કાલનો વિચાર આજે નથી કરતા નથી કે તમે ડુંભાયેલા આવ્યા છે અને આશ્રમમાં પણ કેટલીયે વાર ભૂલે થયેલી છે. ભૂલેની મને ફિકર નથી, આપણે બધા ભૂલ કરીએ છીએ. મને દુ:ખ તો એ છે કે ભૂલેનો તમને શુદ્ધ પશ્ચાત્તાપ નથી. અને એ ન થાય ત્યાં લગી તમારે આશ્રમમાં પાછા જવાનો વિચાર કરવા એ પણ મને તો અયોગ્ય લાગે છે. મને ભય છે કે શુદ્ધ પશ્ચાત્તાપ તમારા સ્વભાવની વિરુદ્ધ જ લાગે છે. છતાં તમે નારણદાસની ઉપર સારી અસર પાડી શકે અને તે તમારો સ્વીકાર કરે તો હું વચમાં નહીં આવું. દુ:ખી બાપુના આશીર્વાદ.” - રાજાજીએ પોતાના રાજદ્વારી હોદ્દાને હવાલા રાજેન્દ્રબાબુને સાંયે તે વિષે ‘ટાઈમ્સ ઑફ ઈન્ડિયા” નો મેક્રે પૂછવા આવ્યા. બાપુ - રાજાજી પોતાના હોદ્દો છોડી દેવાના છે એમ મેં સાંભળ્યું હતું. મેં મનમાં તેની નોંધ લીધી. એ સમાચાર તો ગઈ કાલે જ મને વાંચી સંભળાવવામાં આવ્યા. સવ - એ ઉપરથી એમ ન મનાય કે અસ્પૃશ્યતાની ચળવળને પરિણામે ઘણા માણસે કેંગ્રેસની લડતમાંથી નીકળી જશે ? બાપુ - સીધી રીતે અથવા તો બીજી કોઈ રીતે હું લડત ઉપર અસર પાડી શકતા નથી અથવા મારા નિર્ણય ઉપર તેની કશી અસરો થતી નથી. રાજદ્વારી લડતને દોરવણી નહીં આપવા માટે હું નીતિથી બંધાયેલો છું. મારો સ્વભાવ જ એવા પડી ગયેલ છે. - સ - મારું છાપું તો તમારી સ્થિતિ એવી રીતે વર્ણવે છે કે તમે વિચારો બદલ્યા છે. e બાપુ - હું તો અત્યારની ઘટના ઉપર જ કાંઈ પણ કહી શકું - બીજી પરિસ્થિતિ મારી સામે આવે ત્યારે હું શું કરું એ હું કહી શકુ નહીં. લાંબા વખતને માટે એક્કસ ધડેલા એવા કાર્યક્રમ આપવાનું મારે માટે શકય નથી. એમ કરવા જાઉં તો હું તો ભાંગીને ભૂકો થઈ જાઉં. હું ટકી રહ્યો છું તેનું કાર ગુ જ એ છે કે આવતી કાલે મારે શું કરવાનું છે એને હું આજે વિચાર કરતો નથી. આ બાબતમાં કશા ગોટાળા ન થાય એ માટે તો મેં પેલું નિવેદન કાઢ્યું છે. જેઓ યુક્તિપ્રયુક્તિથી મને બચાવવા માગતા હોય તેઓ જાણી લે કે તેમ કરવાથી તો તેને મારી જિંદગીને વધુ જોખમમાં નાખશે. પૂનાના સનાતનધમાં આની પ્રશ્નાવલિના જવાબ : ૪૮ મંદિર પ્રવેશના પ્રશ્ન કેવળ ધાર્મિક છે. વ્યાવહારિક બુદ્ધિનો પ્રશ્ન મેં કદી માન્યા જ નથી. મારી પાસે ધર્મ જ વ્યવહાર છે.