પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૩૧૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

૩૧૬ આપણી વચ્ચે તાડ નહીં આવે રાધાકાંતને જ્યારે બાપુએ સમજાવ્યું કે એવા મંદિરમાં જનારાના જ મત લેવાય છે, ત્યારે તેણે કહ્યું, “ મને ખાટી છાપ હતી. મેં રિપોર્ટ એવા વાંચ્યા છે કે ગમે તે હિંદુના મત લેવાય છે. તેને સંતોષવા બાપુએ ગોપાળ મેનનને તાર કર્યો કે કેવળ એવા માણસના જ મત લેવા. વળી આજે પળાય છે એ અસ્પૃશ્યતાનો હું નાશ માગું છું એમ સમજાવ્યું. એટલે પણ એના મન ઉપર નવા જ પ્રકાશ પડવ્યો. શાસ્ત્રીઓની સાથે વાતો: બાપુ- અસ્પૃશ્ય કોને માનો છો ? અસ્પૃશ્ય જન્મથી કે કર્મથી ? જન્મથી તે મરણ સુધીના અસ્પૃશ્યો શાસ્ત્રોમાં છે? જ-તમે જેને માટે આ ચળવળ કરી છે તે અસ્પૃશ્ય. જન્મથી મરણ સુધીના અસ્પૃસ્યા પણ કઈ કઈ પ્રસંગે સ્પૃશ્ય બને છે. એ લોકો નિષાદ વગેરે. બાપુ- તમે કાલે મને કહેતા હતા કે અસ્પૃસ્યા શાળામાં જાય, બીજે જાહેર સ્થાને જાય તો ચાલે, પણ મંદિરમાં પ્રવેશ ન કરે. જ —આ સવાલ અપ્રસ્તુત છે. બાપુ – અસ્પૃશ્યને અને સુધારક સ્પાને માટે મંદિરના પૈસા આપવા તમે તૈયાર છો? અને તેવી રીતે મંદિર બાંધવું એ તમે ધમ માનશો? જ૦-- હા. જે અસ્પૃશ્યતાને ધર્મ માને છે તે નહીં બાંધે, અધર્મ માને છે તે તેમાં પ્રતિમાપ્રતિષ્ઠા કરશે. અને પૈસા આપશું. બાપુએ કહ્યું કે “ આપણી વચ્ચે કાંઈ તાડ આવી શકે એવું મને લાગતું નથી.” | શાસ્ત્રીઓની કહેવાતી પરિષદ વચ્ચે ચાલી રહેલ ઝઘડો પતાવવા બાપુએ એ લોકોને એ પરિષદ મુલતવી રાખવાનો સંદેશો આપવાનું કહ્યું. પણ એ બાબતમાં પેલાએ ખરી હકીકત ઢાંકી હતી. એટલે ગંભીર ગેરસમજ થઈ હતી. બીજે દિવસે બાપુએ એ સંદેશો પાછો ખેંચી લીધા. આજે નટરાજન, એની દીકરી અને દીકરા સાથે આવ્યા. બહુ વૃદ્ધ e થઈ ગયા લાગે છે. તેઓ કહેવા લાગ્યા : “ તમે બધું ૨ ૦–૨૨-'રૂ ૨ હક, નીતિ, માનવતા અને ન્યાય (right, equity, humanity and justice )ના પાયા ઉપર શા માટે નથી મૂકતા ? આ શાસ્ત્રીઓને કયાં સુધી પંપાળ્યાં કરશે ? જે ઝઘડે અમે ચાલીસ વર્ષ ઉપર પતાવેલે તે તમે પાછો શા સારુ સજીવન કરો છો ?”