પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૩૨૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

૩૧૮ તમે તડજોડ કરતા નથી પેલા કહે : “ ના. તો તે આવીએ.” એને પૂના-કરાર પ્રમાણે મહારા જ બધી જગ્યાએ લઈ જશે એ ડર લાગ્યો હતો. એ ડર કાઢવાનો બાપુએ પ્રયત્ન કર્યો. એ તો બાપુ પાસે આવી શકયો એટલી વાતથી જ એના આનંદનો પાર નહોતો. ' | પછી લેડી વિઠ્ઠલદાસ આવ્યાં. એ પોતાની દેરાણી સાથે રાજભેજના વિદ્યાર્થી ભવનમાં જઈ આવ્યાં હતાં. જ્યાં જતાં એક વખત ખૂબ સંકોચ થતા હતા ત્યાં હવે એ નિ:સંકોચ જાય છે અને નહાતાં નથી. પોતાના બાપટ શાસ્ત્રીની પણ વાત કરી. એ કાઈ ને અસ્પૃસ્ય માનતા બંધ થયા છે એટલું એ કબૂલ કરે એ પણ આ જમાનાની નવાઈ કહેવાય એમ એ બાઈ કહેતાં હતાં. પ્રજ્ઞાનેશ્વર યુતિએ લખ્યું : “ તમે એક વાતમાં તડજોડ કરતા નથી એ દુ:ખદ છે, અને ન માનીને ઉપવાસ તો ઊભો જ ? ?–? ૨–૦ રૂ ૨ રાખે છે. તમારી સાથે શી રીતે કામ લેવાય ? ” એને જવાબ આપ્યો : "I thank you for your frank letter. I would ask you not to feel so nervous about myself. Through a period of active service covering more than forty years you will not recall more than perhaps twelve occasions of vicarious fasting. It came into my life, as I conceive it, after I had become a fit instrument for doing it. No one can do it in a hurry and my claim you know. I do not act on my own, but I act in obedience to the inner prompting. Whether it is the voice of the divine or the devil, it is not always easy to say. Nevertheless in each case the claim to the inner prompting may be held to be justified. So far as Mr. Mate's reproduction of his conversation between him and me is concerned, your deduction is too sweeping. In order to have a proper clearance it would be better perhaps if we meet, and I shall await you on ...at...." “ તમારા નિખાલસ કાગળ માટે આભાર. મારે માટે બહુ ચિંતા ન કરો. હું ચાલીસ વરસથી એકધારું સેવાકાર્ય કરી રહ્યો છું. એટલા ગાળામાં બીજાને માટે ઉપવાસ કર્યાના ભાગ્યે જ બારેક પ્રસંગ તમે બતાવી શકશા. મારા માનવા પ્રમાણે ઉપવાસ કરવાની ચોગ્યતા મારામાં આવી ત્યાર પછી જ એ વસ્તુ મારા જીવનમાં આવી છે. કોઈ ઉતાવળે તે ઉપવાસ ન જ